Rohit Sharma Might Be Appointed A Captain For Indian Team Of ODI
  • Home
  • Sports
  • Cricket
  • BCCI અધિકારીનો ઇશારો, ટૂંક સમયમાં જ કોહલી પાસેથી છીનવાઈ શકે છે કેપ્ટનશિપ

BCCI અધિકારીનો ઇશારો, ટૂંક સમયમાં જ કોહલી પાસેથી છીનવાઈ શકે છે કેપ્ટનશિપ

 | 3:41 pm IST

વિશ્વ કપ-2019ની સેમિ-ફાઇનલમાં હારીને ભારતીય ક્રિકેટ ટીમનાં બહાર થયા બાદથી એ વાત પર ચર્ચા થઇ રહી છે કે, શું ટીમ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા પર વધારે પડતી નિર્ભર છે? ટૂર્નામેન્ટનું સ્કોરબૉર્ડ આ વાતની પુષ્ટિ કરે છે અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડ આ સાથે બંનેમાં કેપ્ટનશિપની વહેંચણી કરવા પર પણ નિર્ણય કરી શકે છે.

વર્તમાન કેપ્ટન અને મેનેજમેન્ટને ઘણું જ સમર્થન મળી રહ્યું છે

બૉર્ડ અધિકારીએ એક વાત-ચીતમાં કહ્યું કે, “આગામી સીરીઝ પહેલા બૉર્ડ આ વિશે ચર્ચા કરશે કે શું રોહિતને વન ડે ટીમનો કેપ્ટન બનાવવો જોઇએ અને કોહલી ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ ચાલુ રાખે?” અધિકારીએ કહ્યું કે, “રોહિત માટે 50 ઑવરનાં ફૉર્મેટમાં કેપ્ટનશિપની ધૂરા સંભાળવાનો આ યોગ્ય સમય હશે. વર્તમાન કેપ્ટન અને મેનેજમેન્ટને ઘણું જ સમર્થન મળી રહ્યું છે. આવતા વિશ્વ કપ માટે યોજના બનાવવાનો આ યોગ્ય સમય છે અને આ માટે અત્યારનાં વિચારો અને યોજનાઓને નવી રીતે જોવાની જરૂરિયાત છે.”

વિશ્વ કપ બાદ સૌથી મોટો મુદ્દો રોહિત અને કોહલી વચ્ચેની ફાડ

અધિકારીએ કહ્યું કે, “આપણે બધા જાણીએ છીએ કે કેટલાક ક્ષેત્રોને એક નવા દ્રષ્ટિકોણથી જોવાની આવશ્યક્તા છે. રોહિત કેપ્ટનશિપ માટે યોગ્ય વિકલ્પ હશે.” જો કે અધિકારીએ કહ્યું કે, “વિશ્વ કપ બાદ સૌથી મોટો મુદ્દો રોહિત અને કોહલીનાં વચ્ચે ફાડ પડી હોવાની અફવાઓનો છે. સંચાલકોની સમિતિ (સીઓએ)ની હાજરીમાં કૉચ રવિ શાસ્ત્રી, કોહલી અને મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે પ્રસાદની વચ્ચે થનારી બેઠકમાં આ તમામ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે.”

BCCI સેમિ-ફાઇનલની હારની સમીક્ષા કરવા બોલાવશે બેઠક

અધિકારીએ કહ્યું કે, “તમે જાણો છો કે વિનોદ રાય(સીઓએ પ્રમુખ) પહેલા જ ઉલ્લેખ કરી ચુક્યા છે કે એક બેઠક થશે, જેમાં ટીમનાં પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે. સમીક્ષા દરમિયાન આ અફવાઓનાં મૂળ સુધી જવું જરૂરી છે.” જ્યારે રાયે દાવો કર્યો છે કે બેઠક દરમિયાન પ્રદર્શનની સમીક્ષા થશે અને ઘણા મુદ્દાઓ છે જેના પર તાત્કાલિક ધ્યાન આપવાની આવશ્યક્તા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન