Rohit Sharma post Comedy video of Shikhar Dhawan on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • શિખર ઘવનને છે ઊંઘમાં બોલવાની બીમારી! રોહિતે કર્યો વીડિયો પોસ્ટ, જોઈ પેટ પકડીને હસશો

શિખર ઘવનને છે ઊંઘમાં બોલવાની બીમારી! રોહિતે કર્યો વીડિયો પોસ્ટ, જોઈ પેટ પકડીને હસશો

 | 4:18 pm IST

ભારતીય બેટ્સમેન રોહિત શર્મા સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે. રોહિત શર્મા તેના ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ માટે સતત ફોટો અને વીડિયો પોસ્ટ કરતો રહે છે. જે તેના પ્રશંસકોને ઘણા પસંદ આવે છે.

હાલ ટીમ ઇન્ડિયા સાઉથ આફ્રિકા સામે ટી20 સિરીઝ રમી રહી છે. આ સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ 1-0ની લીડ બનાવી છે. જ્યારે સિરીઝની અંતિમ મેચ રવિવારે બેંગલુરુ ખાતે રમાશે. આ દરમિયાન રોહિત શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે ખૂબજ વાયરલ થયો છે અને લોકોને ઘણો હસાવી રહ્યો છે. આ વીડિયો શિખર ધવનનો છે. વીડિયો પોસ્ટ કરી રોહિતે કેપ્શનમાં લખ્યું કે,‘ના, તેઓ મારી સાથે વાત નથી કરી રહ્યા અને તેમની એવી ઉમ્ર નથી કે કોઈ કાલ્પનિક મિત્ર હોય, એટલા દિવાના કેમ થઈ રહ્યો છો જટજી શિખર ધવન.’

જોકે ધવને તરત જ રોહિતની આ પોસ્ટમાં કોમેન્ટ કરી આ વાતની પુષ્ટિ કરી કે તેઓ આંખો બંધ કરી શાયરીની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ખરેખર, રોહિતના આ પોસ્ટ વીડિયોને જોતા એવું લાગી રહ્યું છે કે ધવન ઊંઘમાં બોલી રહ્યો છે. પરંતુ વાસ્તવિક ઘણી જુદી છે. જોકે તેમ છતાં સોશિયલ મીડિયા પર લોકો રોહિતના આ પોસ્ટની મજા લઈ રહ્યા છે અને વીડિયો જોઈને ખૂબ હસી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન