Rohit Sharma Rap Gully Boy Song after IPL Final Champions
  • Home
  • Videos
  • Featured Videos
  • જુઓ રોહિત શર્માનો આ અનોખો રેપર અંદાજ, યુવરાજ સિંહ સાથે કરી જબરદસ્ત મસ્તી

જુઓ રોહિત શર્માનો આ અનોખો રેપર અંદાજ, યુવરાજ સિંહ સાથે કરી જબરદસ્ત મસ્તી

 | 4:51 pm IST

મુંબઈ ઇન્ડિયન્સે(MI) આ વર્ષે ચેન્નઈ સુપર કિંગ્સ(CSK)થી ચેમ્પિયનનો ખિતાબ છીનવી લીધો છે. IPLની ફાઇનલ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે માત્ર 1 રનથી ચેન્નઈ સુપરકિંગ્સને હરાવી ચોથી વખત આ ખિતાબ પોતાના નામે કર્યો છે. ચેમ્પિયન બન્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં રોહિત શર્મા પાર્ટીમાં રૈપ કરતા દેખાઈ રહ્યો છે. સાથે યુવરાજ સિંહ પણ ડાન્સ કરતા નજરે આવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે રોહિત શર્મા ‘ગલી બોય’ ફિલ્મના ગીત ‘અસલી હિપ-હોપ’ને ગાઈ રહ્યો છે જ્યારે સાથે યુવરાજ સિંહ પણ એન્જોય કરતા દેખાઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ બન્ને ક્રિકેટરની સાથે ટીમના અન્ય ખેલાડી પણ પાર્ટી એન્જોય કરતા દેખાઈ રહ્યા છે. ચેમ્પિયન બન્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સે જોરદાર પાર્ટી કરી અને ખૂબ મસ્તી પણ કરી. ખેલાડીઓએ ડીજે પર જબરદસ્ત ડાન્સ પણ કર્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન