Rohit Sharma react on Ravindra Jadeja and Manjrekar Controversy
  • Home
  • Sports
  • Cricket
  • જાડેજા-માંજરેકર વિવાદ પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, કહ્યું- એક ખેલાડી માટે…

જાડેજા-માંજરેકર વિવાદ પર રોહિત શર્માએ આપી પ્રતિક્રિયા, કહ્યું- એક ખેલાડી માટે…

 | 6:17 pm IST

થોડા દિવસ પહેલા હરફનમૌલા ખેલાડી રવિન્દ્ર જાડેજા અને કોમેન્ટેટર અને પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર વચ્ચે વિવાદ થયો હતો. જેના વિશે હવે ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે. રોહિતે શ્રીલંકાની સામે થયેલ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

મીડિયા રિપોર્ટ મુજબ આ પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે રોહિતને રવિન્દ્ર જાડેજા અને માંજરેકર વિવાદ વિશે પૂછવામાં આવ્યું તો રોહિતે કહ્યું કે,‘આ તેમનો વ્યક્તિગત મામલો છે. દરેક વ્યક્તિ અલગ-અલગ સમય પર અલગ-અલગ વિચાર અને પ્રતિક્રિયા વ્યક્ત કરે છે.’ વધુ ઉમેરતા રોહિતે કહ્યું કે,‘એક ખેલાડી માટે આ મહત્વનું છે કે ધ્યાન ભટકાવે એવી બાબતોથી દૂર રહે જે ઘણું પડકારજનક છે. જોકે દરેક વ્યક્તિના વિચાર અલગ હોય છે. આ એ વાત પર નિર્ભર કરે છે કે તેઓ એ ઘટના અથવા સ્થિતિ વિશે કેવી રીતે વિચારે છે. એક ક્રિકેટરનું કામ આ બધી બાબતોથી દૂર રહી સારી ક્રિકેટ રમવા પર ધ્યાન આપવાનું હોય છે.’

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ 2019માં બાંગ્લાદેશ સામેની મેચ પહેલા માંજરેકરે કહ્યું હતું કે તે ઈંગ્લેન્ડ સામે ખરાબ પ્રદર્શન કરવા છતાં કુલદીપ યાદવ અને યુઝવેન્દ્ર ચહલને આગામી મેચમાં તક આપતા. કારણ કે તેમના મતે ક્યારે-ક્યારેક પ્રદર્શન કરનાર ખેલાડીની જગ્યાએ સ્પેશિયલિસ્ટ ખેલાડીને રમાડવું વધારે યોગ્ય છે. માંજરેકરનું આ નિવેદન જાડેજાને કેન્દ્રમાં રાખીને આપ્યા હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જેની પર જાડેજાએ ટ્વીટ કરી માંજરેકરને ‘બકવાસ’ ન કરવાની સલાહ આપી હતી અને ખેલાડીઓનું સન્માન કરવાનું કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન