Rohit Sharma says IPL will be possible if situation in under control
  • Home
  • Corona live
  • IPL પર મંડરાઈ રહ્યું છે ‘કોરોના’ સંકટ, પણ ‘હિટમેન’ રોહિત શર્માએ કહી દીધી આ મોટી વાત

IPL પર મંડરાઈ રહ્યું છે ‘કોરોના’ સંકટ, પણ ‘હિટમેન’ રોહિત શર્માએ કહી દીધી આ મોટી વાત

 | 10:43 pm IST

કોરોના વાયરસના કારણે હાલ આખી દુનિયામાં રમત સ્પર્ધાઓ મુલતવી અને રદ કરવામાં આવી છે. ત્યારે ભારતમાં ક્રિકેટની મોટી ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) પણ આ વાયરસના કારણે તેના નિશ્ચિત શેડ્યુલથી મુલતવી રાખવામાં આવી છે. પરંતુ હવે ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર બેસ્ટમેન અને ‘હિટમેન’ તરીકે લોકપ્રિય રોહિત શર્માએ આઈપીએલને લઈ એક મોટું નિવેદન આપ્યું છે.

રોહિત શર્માને હાલ પણ આશા છે કે આઈપીએલનું આયોજન થઈ શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ રોહિતે કહ્યું કે કોરોના વાયરસનો ઉકેલ અને પરિસ્થિતિઓમાં સુધારો થયા બાદ આઈપીએલ સંભવ છે. રોહિત આઈપીએલની ટીમ મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન છે. રિપોર્ટ મુજબ ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન કેવિન પીટરસનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં રોહિતને જ્યારે પૂછવામાં આવ્યું કે આઈપીએલનું શું થશે? તો રોહિતે જવાબ આવ્યો કે હાલાત પર નિર્ભર છે. જ્યારે કોરોના વાયરસનો ઉકેલ આવી જશે અને પરિસ્થિતિઓમાં સુધારો થઈ જશે ત્યાર બાદ આઈપીએલ સંભવ છે.

આપણે જણાવી દઈએ કે આઈપીએલની 13મી સીઝનની શરૂઆત 29 માર્ચે થવાની હતી પરંતુ કોરોના વાયરસના કારણે આને 15 એપ્રિલ સુધી ટાળવામાં આવી છે. જ્યારે ભારતમાં હાલ 21 દિવસનું લોકડાઉન છે. તેથી આઈપીએલનું આયોજન સંકટમાં દેખાઈ રહ્યું છે.

આ વીડિયો પણ જુઓ: માર્ચ – એપ્રિલના વીજ બિલ 15 મે સુધી ભરી શકાશે CM

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન