Rohit sharma spend quality time with his daughter samaira viral video
  • Home
  • Sports
  • Cricket
  • પ્રથમ વખત સામે આવ્યો રોહિત શર્માની લાડકીનો Video, સમાયરા સાથે કરી મસ્તી

પ્રથમ વખત સામે આવ્યો રોહિત શર્માની લાડકીનો Video, સમાયરા સાથે કરી મસ્તી

 | 11:44 am IST

રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસથી સતત રમી રહ્યો છે. તેવામાં આશા છે કે ઓસ્ટ્રેલિયાની ટીમના આગામી ભારત પ્રવાસ દરમિયાન તેમને આરામ આપવામાં આવી શકે છે. દીકરીના જન્મ પછી રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે માત્ર ચોથી ટેસ્ટ મિસ કરી હતી. તે ઉપરાંત રોહિત શર્મા સતત રમી રહ્યાં છે.

ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કેપ્ટન તરીકે સારો રહ્યો નથી. તેણે ટી20 સિરીઝમાં આગેવાની કરી અને ભારતે 1-2થી હારનો સામનો કરવો પડ્યો છે.

પરંતુ તેણે વનડેમાં સારૂ પ્રદર્શન કર્યું હતું. ન્યૂઝીલેન્ડના પ્રવાસેથી ખેલાડીઓ ભારત પરત આવી ગયા છે. રોહિત હાલમાં પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં રોહિત પોતાની દિકરી સમાયરાની સાથે રમી રહ્યો છે.

મહત્વનું છે કે, રોહિતની પત્ની રિતિકાએ નવા વર્ષ પહેલા એક પુત્રીને જન્મ આપ્યો હતો. તે સમયે રોહિત ભારતીય ટીમની સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતો.

પુત્રીના જન્મ બાદ તે ભારત આવ્યો અને ત્યારબાદ 8 જાન્યુઆરીએ ટીમ સાથે જોડાયો હતો. હવે રોહિત ન્યૂઝીલેન્ડથી પરત આવીને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રોહિત પોતાની દિકરી સમાયરા સાથે રમતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો રોહિતના ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન