Rohit Sharma Wants To Win CWC19 For Dhoni Says Dinesh Lad
  • Home
  • Sports
  • Cricket
  • થઈ ગયો ખુલાસો, ખુદ કૉચે કહ્યું આ એક વ્યક્તિ માટે રોહિત શર્મા કરી રહ્યો છે ખતરનાક બેટિંગ

થઈ ગયો ખુલાસો, ખુદ કૉચે કહ્યું આ એક વ્યક્તિ માટે રોહિત શર્મા કરી રહ્યો છે ખતરનાક બેટિંગ

 | 6:59 pm IST

ભારતીય ટીમ ત્રીજીવાર વર્લ્ડ કપ જીતવાથી ફક્ત 2 ડગલા દૂર છે. માન્ચેસ્ટરમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યા બાદ લૉર્ડ્સમાં બીજી સેમિ-ફાઇનલ જીતનારી ટીમને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા બીજી સૌથી વધુ વર્લ્ડ કપ ટ્રૉફી જીતનારી ટીમ બની જશે. આ પહેલા ઑસ્ટ્રેલિયા 5વાર વર્લ્ડ કપ જીતી ચુક્યું છે.

વર્લ્ડ કપ-19માં રોહિત શર્માએ ફટકારી છે 5 સદી

વર્લ્ડ કપ 2019માં ટીમ ઇન્ડિયાનું ધમાકેદાર પ્રદર્શન ચાલું છે. ટીમ ઇન્ડિયાની આ સફળતાનો શ્રેય વાઇસ કેપ્ટન રોહિત શર્માને જાય છે. રોહિત શર્માએ આ વર્લ્ડ કપમાં 5 સદી સાથે 600થી વધારે રન બનાવ્યા છે. શું તમે જાણો છો કે રોહિત શર્મા આ વર્લ્ડ કપમાં આટલી ખતરનાક બેટિંગ કેમ કરી રહ્યો છે? જો નથી જાણતા તો આ વાતનો ખુલાસો થઇ ગયો છે કે તે કયા મહાન ખેલાડી માટે આટલી શાનદાર બેટિંગ કરી રહ્યો છે.

ધોનીએ રોહિતને ઑપનિંગમાં કર્યો હતો પ્રમોટ

રોહિત શર્માનાં બાળપણનાં કૉચ દિનેશ લાડે ખુલાસો કર્યો છે કે, “રોહિત શર્મા આ વર્લ્ડ કપ એમએસ ધોની માટે જીતવા ઇચ્છે છે, કેમકે આ ધોનીનો છેલ્લો વર્લ્ડ કપ છે અને રોહિત શર્માને ધોનીએ જ ઑપનિંગમાં પ્રમોટ કર્યો હતો, ત્યારબાદ તે દુનિયાનો સૌથી આક્રમક ઑપનિંગ બેટ્સમેન તરીકે સામે આવ્યો.” દિનેશ લાડનું માનવું છે કે ધોનીને ગિફ્ટ આપવા માટે રોહિત આ વર્લ્ડ કપમાં સારી બેટિંગ કરી રહ્યો છે.

રિતિકા સાથે લગ્ન બાદ રોહિત બન્યો જવાબદાર

દિનેશ લાડે કહ્યું કે, “રોહિત શર્મા મેચ્યોરિટી સાથે રમી રહ્યો છે. તે જાણી ગયો છે કે 10-12 ઑવર સુધી તે આઉટ ના થયો તો તે મોટી ઇનિંગ રમી શકે છે. તે ઑપનિંગ બેટ્સમેન ઉપરાંત ટીમનો વાઇસ કેપ્ટન પણ છે. આ કારણે તે ઇચ્છે છે કે કોહલી સાથે તે વધુમાં વધુ ભાગેદારી કરે.” રોહિતનાં પૂર્વ કૉચે એ પણ કહ્યું કે, “રિતિકા સાથે લગ્ન બાદ તે વધારે જવાબદાર બન્યો છે. આ પહેલા તે મિડલ ઑવરમાં પોતાની વિકેટ ગુમાવી દેતો હતો, પરંતુ હવે તે એવું નથી કરતો.”

આ વિડીયો પણ જુઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન