Rohit Shekhar Tiwari's wife Apoorva arrested for his murder
  • Home
  • Featured
  • પત્ની અપૂર્વાએ પતિ રોહિત શેખરને કેમ માર્યો? પોલીસે જણાવી આખી કહાની

પત્ની અપૂર્વાએ પતિ રોહિત શેખરને કેમ માર્યો? પોલીસે જણાવી આખી કહાની

 | 4:49 pm IST

દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશ અની ઉત્તરાખંડ એમ બે રાજ્યોના મુખ્યમંત્રી રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારી હત્યા કેસ ઉકેલાઈ ગયો હોવાનો પોલીસે દાવો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે રોહિત શેખરની પત્ની અપૂર્વાએ જ ઝગડાના કારને તેનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ હત્યાકાંડમાં અંતે ક્રાઈમ બ્રાંચે રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી છે.

આ ધરપકડ અપૂર્વા વિરૂદ્ધ પુરતાં પુરાવાઓ મળ્યાં બાદ કરવામાં આવી છે. આ મામલો સામે આવ્યાં બાદથી રોહિતની પત્ની પર શંકા હતી.

ક્રાઈમ બ્રાંચે દાવો કર્યો છે કે, પતિ-પત્ની વચ્ચે વૈવાહિક જીવનમાં ખુબ જ તણાવ હતો અને આ બાબતને લઈને જ ગુસ્સામાં આવીને અપૂર્વાએ રોહિતની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ 90મીનીટની અંદર અપૂર્વાએ પુરાવાનો નાશ કર્યો અને ત્યાર બાદ તપાસ દરમિયાન પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો. પોલીસે પુછપરછ અને તપાસ બાદ 15 અને 16 એપ્રિલે રાત્રે રોહિતની હત્યાની આખી હકાની રજુ કરી હતી.

ક્રાઈમ બ્રાંચની ટીમના જણાવ્યા પ્રમાણે રોહિત શેખરની મર્ડર મિસ્ટ્રી ઉકેલાઈ ગઈ છે. આ મહિને 16 તારીખે પોલીસને રોહિતના મોતની જાણકારી આપવામાં આવી હતી. ત્યાર બાદ હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે, 10મી એપ્રિલે રોહિત શેખર પોતાની માતા અને કેટલાક સંબંધીઓ સાથે ઉત્તરાખંડના કાઠગોદામમાં મત કરવા ગયા હતા. જ્યાંથી તેઓ 15 એપ્રિલે પાછા ફર્યા હતાં. પરત ફરતી વખતે રોહિત તેની મહિલા સંબંધીઓ સાથે કારમાં દારૂ પીધો રહ્યો. આ બાબતને લઈને અપૂર્વાનો રોહિત સાથે ભારે ઝગડો પણ થયો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે રાત્રે જમ્યા બાદ રોહિત, તેની માતા અને સગા સંબંધીઓ તિલક લેન ખાતે આવેલા બંગલામાં ગયા હતાં. ત્યાર બાદ રોહિતનો પિતરાઈ ભાઈ અને ઘરનો નોકર પણ ઉંઘવા ગયો હતો. જ્યારે બીજા દિવસે બપોરે 4 વાગ્યે રોહિતના નાકમાંથી લોહી નિકળી રહ્યું હતું અને કોઈ જ હલનચલન જણાઈ આવતી નહોતી. મેક્સ હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પોસ્ટમાર્ટમ રિપોર્ટથી હત્યાનો ખુલાસો થયો હોવાનો દાવો કરતા ક્રાઈમ બ્રાંચે કહ્યું હતું કે, પોસ્ટમાર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ રૂપે કહેવામાં આવ્યું છે કે, રોહિતના મોતનું કારણ મોઢું-ગળુ અને હાથ દબાવવાના કારણે થઈ હતી. અમારી તીમે 4 દિવસ ઉંડાણપૂર્વક અનેવાર ઘરના તમામ સભ્યોની પુછપરછ કરી હતી. અંતે સ્પષ્ટ થયું હતું કે, રોહિતની પત્ની અપૂર્વાએ જ તેના પતિનું ગળુ-મોં અને હાથ દબાવીને તેની હત્યા કરી હતી.

કેવી રીતે ગઈ શંકા?

પોલીસને ઘરના સભ્યોની સામાન્ય પૂછપરછ કરતાં સૌથી પહેલાં શંકા તેની પત્ની અપૂર્વા ઉપર જ થઈ હતી. તેમના લગ્ન વર્ષ પહેલાં જ થયા હતા અને જે વ્યવસાયે વકીલ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે અપૂર્વા જ છેલ્લી વાર રોહિતના રૂમમાં ગઈ હતી. તેમના વચ્ચે લગ્નજીવન બાદ ખુબ જ ઝગડા થતા હતાં.

પુરાવા નાશ કરવાનો પ્રયાસ

શંકાના ઘેરામાં બીજા નંબરે તેનો ભાઈ સિદ્ધાર્થ હતો. સિદ્ધાર્થ એટલા માટે કારણ કે પોલીસને લાગતુ હતું કે કરોડોની સંપત્તિના કારણે એક ભાઈ બીજા ભાઈને રસ્તામાંથી હટાવવા માંગતો હશે. ઘરમાં તે રાતે ડ્રાઈવર સહિત ચાર નોકર પણ હતા. હત્યાની રાતે કોઈ બહારનું વ્યક્તિ ઘરમાં આવ્યું જ નથી તેથી આ ચાર લોકો ઉપર પણ પોલીસને એટલી જ શંકા હતી. સીધી રીતે નહીં પરંતુ આડકતરી રીતે પણ તેમણે મર્ડરમાં મદદ કરી હોવાની પોલીસને શંકા હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ પ્રમાણે રોહિતનું મોત 15-16 એપ્રિલની રાતે એકથી દોઢ દરમિયાન થયું હતું. જો રોહિતનું મોત રાતે બે વાગ્યા પહેલાં થઈ ગયું હતું તો 16 એપ્રિલ રાતે 2-4 વાગ્યા દરમિયાન રોહિતના ફોનમાંથી કોણે ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો? કારણકે કોલ ડિટેલ પ્રમાણે રોહિતના મોબાઈલ ફોનમાંથી ફોન કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે ફોન લાગ્યો નહતો.

જુઓ આ વીડિયો પણ

અક્ષય કુમારે પ્રધાનમંત્રીને પૂછ્યું તમારું બેંક બેલેન્સ કેટલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન