Rohit Shetty and Akshay Kumar fighting video goes viral on Social Media
  • Home
  • Entertainment
  • Bollywood
  • આ શું….અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી બંને ઝઘડ્યા! પોલીસ આવી વચ્ચે, હવે ‘સૂર્યવંશી’નું શું?

આ શું….અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી બંને ઝઘડ્યા! પોલીસ આવી વચ્ચે, હવે ‘સૂર્યવંશી’નું શું?

 | 4:56 pm IST

રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ની શૂટિંગ શરૂ થઈ ચૂકી છે. પરંતુ અક્ષય કુમારનો ડાયરેક્ટર રોહિત શેટ્ટી સાથે એક એવો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને જોઈ તમે પણ હેરાન થઈ જશો. કારણ કે આ વાયરલ વીડિયોમા અક્ષય કુમાર અને રોહિત શેટ્ટી એક બીજા સાથે ઝઘડી રહ્યા છે.

અક્ષય કુમારનો આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ ફેન્સના મનમાં હવે ચિંતા સર્જાઈ રહી છે કે આ ફિલ્મ પૂરી થશે કે નહીં કારણ કે બંને વચ્ચે ઝઘડો એટલી હદે વધ્યો કે પોલીસે વચ્ચે આવવું પડ્યું. ખરેખર, આ વીડિયોને અક્ષય કુમારે તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે,‘બ્રેકિંગ ન્યૂઝ, એક એવો ઝઘડો જે તમારો દિવસ બનાવી શકે છે.’ આપને જણાવી દઈએ કે આ એક મસ્તી વીડિયો છે જેમાં રોહિત શેટ્ટી અને અક્ષય કુમાર લડવાની એક્ટિંગ કરી રહ્યા છે. આ વીડિયોને એક્ટ્રેસ કેટરિના કેફે શૂટ કર્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ અક્ષય કુમારની આ ફિલ્મમાં કેટરિના કેફ પણ લીડ રોલમાં છે. જ્યારે ગુલશન ગ્રોવર અને સિકંદર ખેર પણ મુખ્ય ભૂમિકામાં નજરે આવશે. રોહિત શેટ્ટી દ્વારા ડાયરેક્ટ આ ફિલ્મ 27, માર્ચ 2020ના રોજ રિલીઝ થશે. ફિલ્મના ફિલ્મના નિર્માતા કરણ જોહર અને રોહિત શેટ્ટી છે.

આ વીડિયો પણ જુઓ: જાણો, રાજ્યમાં ક્યારે ક્યારે રાષ્ટ્રપતિ શાસન લાગી શકે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન