Rohit Shetty planning to shoot Singham-3
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • રોહિત શેટ્ટીનું સિંઘમ-3નું શૂટિંગ કરવાનું પ્લાનિંગ, આવતા વર્ષે શરૂ થશે સિંઘમ-૩નું શૂટિંગ!

રોહિત શેટ્ટીનું સિંઘમ-3નું શૂટિંગ કરવાનું પ્લાનિંગ, આવતા વર્ષે શરૂ થશે સિંઘમ-૩નું શૂટિંગ!

 | 12:47 pm IST

રોહિત શેટ્ટી અને અજય દેવગણની ફિલ્મ સિંઘમની સિરીઝ સફળ સાબિત થઈ છે. સિંઘમ સિરીઝની સફળતા પછી રોહિત શેટ્ટી તેના ફેન્સ માટે નવું કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. રોહિત શેટ્ટી સિંઘમ-૩નું શૂટિંગ કરવાનું પ્લાનિંગ કરી રહ્યો છે. રોહિત શેટ્ટીની નજીકના લોકોનું માનીએ તો આવતા વર્ષે સિંઘમ-૩નું શૂટિંગ શરૂ કરવા વિચારી રહ્યો છે. રોહિત શેટ્ટીએ ફિલ્મને લઈને પ્લાનિંગ કરી લીધું છે. હાલ તે ફિલ્મની સ્ટોરી પર વિચાર કરી રહ્યો છે.

સ્ટોરી ફાઈનલ થયા પછી તે આગળ કામ શરૂ કરશે. અગાઉની ફિલ્મ  સિંઘમની જેમ સિંઘમ-૩માં પણ અજય દેવગણ બાજીરાવ સિંઘમની ભૂમિકામાં નજરે પડશે. જોકે, બાજીરાવની હિરોઈન કોણ હશે તે હજુ સુધી નક્કી થયું નથી. આમ પણ રોહિત શેટ્ટીની ફિલ્મમાં હિરોઈનની એન્ટ્રી એકદમ લાસ્ટમાં થતી હોય છે. ફિલ્મ સિંઘમમાં કાજલ અગ્રવાલ અને સિંઘમ-૨માં કરીના કપૂરે મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવી હતી. સિંઘમ-૩ ફિલ્મની ખાસિયત એ છે કે તેમાં અજય દેવગણ સાથે અક્ષયકુમાર પણ હશે. જોકે, ફિલ્મમાં અક્ષયકુમારનો રોલ નાનો હશે. એટલે કે મહેમાન કલાકાર તરીકેનો!

ફિલ્મ વિશે એવું કહેવાય છે કે ૨૦૨૧માં તેનું શૂટિંગ શરૂ થશે અને વર્ષના અંતે ફિલ્મ રિલીઝ થઈ શકે છે! જે રીતે ફિલ્મ સિમ્બામાં રોહિત શેટ્ટીએ અજય દેવગણ અને અક્ષય કુમારને નાનકડી ભૂમિકા આપી હતી. એ રીતે અજય દેવગણ, રણવીરસિંહ અને અક્ષયકુમાર ફિલ્મ સૂર્યવંશીમાં પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન