Rohit wife Ritika and Virat Kohli wife Anushka Sharma in World Cup
  • Home
  • Sports
  • Cricket
  • વર્લ્ડકપની મેચમાં એકબીજાથી દુર જ રહી કોહલી-રોહિતની પત્નીઓ, ઓલ ઈઝ નોટ વેલ?

વર્લ્ડકપની મેચમાં એકબીજાથી દુર જ રહી કોહલી-રોહિતની પત્નીઓ, ઓલ ઈઝ નોટ વેલ?

 | 7:55 pm IST

ભારત અને શ્રીલંકા વચ્ચે શનિવારે રમાયેલી આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપની મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના રોહિત શર્મા અને કે એલ રાહુલની ધમાકેદાર ઈનિંગના સહારે ભારતે જળહળતો વિજય મેળવ્યો હતો. આ જીત સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં બીજુ સ્થાન હાંસલ કરી લીધું હતું. પરંતુ આ દરમિયાન સ્ટેડિયમમાં હાજર રહેલી સ્ટાર ક્રિકેટર્સની પત્નીઓએ સૌકોઈનું ધ્યાન ખેંચ્યું હતું.

વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા અને રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહ પોતપોતાના પતિઓનો ઉત્સાહ વધારવા મેદાન પર આવી હતી. પરંતુ આશ્ચર્ય પમાડનારી વાત એ હતી કે, રીતિકા અને અનુષ્કા એક જ મેચ દરમિયાન એક જ સ્ટેડિયમમાં હોવા છતાંયે બંને વચ્ચે ખાસ્સુ અંતર નજરે પડતુ હતું.

મેચ દરમિયાન બંને ટીમ ઈન્ડિયા અને પોતપોતાના પતિનો ઉત્સાહ વધારતી નજરે પડી હતી. પરંતુ એક પણ વાર એકનીજાની સાથે નજરે પડે નહોતી. આ બાબત ચાહકોને તો ઉડીને આંખે વળગી જ હતી પણ કેમેરામેન પણ વારંવાર બંને પર ફોકસ કરતા નજરે પડ્યાં હતાં.

રોહિત શર્માએ જ્યારે સદી ફટકારી તો પર્ત્ની રીતિકા પોતાની જગ્યા પરથી ઉભી થઈને તાળીઓ પાડવા લાગી હતી. રીતિકા સાથે તેની નાની દિકરી પણ હતી. તો રોહિત આઉટ થતા મેદાન પર ઉતરેલા વિરાટ કોહલીને જોતા જ અનુષ્કાના ચહેરા પર રોનક આવી ગઈ હતી. આ ઘટના બાદ સવાલ ઉભો થાય છે કે, શું બંને ખેલાડીઓની પત્ની વચ્ચે ઓલ ઈઝ વેલ છે કે કેમ? બંને ખેલાડીઓ વચ્ચે એવુ તે શું થયું છે કે, તેઓ એકબીજાને મળવા પણ નથી માંગતી?

ઉલ્લેખનીય છે કે, ગત સપ્ટેમ્બરમાં એવી વાત સામે આવી હતી કે, ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ટેસ્ટ ટીમમાં રોહિત શર્માને સ્થાન ના મળતા તેનો વિરાટ કોહલી સાથે ખટરાગ થયો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર બંનેએ એકબીજાને અનફોલો કરી દીધા હતાં. એટલુ જ નહીં, રોહિતે તો વિરાટની પત્ની અને બોલિવુડની અભિનેત્રી અનુષ્કા શર્માને પણ અનફોલો કરી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન