રોલ્સ રોયસ કરશે 4600 કર્મચારીઓની છટણી - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રોલ્સ રોયસ કરશે 4600 કર્મચારીઓની છટણી

રોલ્સ રોયસ કરશે 4600 કર્મચારીઓની છટણી

 | 5:09 pm IST

વિમાનનું એન્જિન બનાવતી કંપની રોલ્સ રોયસ વર્ષ 2020 સુધીમાં પોતાના 4600 કર્મચારીઓની છટણી કરશે તેવી ઘોષણા કરવામાં આવી છે.

લંડનથી કંપની દ્વારા આપવામાં આવેલા એક સમૂહ નિવેદનમાં કહેવાયું છે કે રોલ્સ રોયસ પ્રસ્તાવિત પનર્ગઠનની સાથે ગતિ અને સહજતાના નવા પગથિયાઓ વિશે ઘોષણા કરે છે. આ પુનર્ગઠનથી કંપનીને વધું સારી આવક થશે તથા નફો વધવાની સાથે જ રોકડ તરલતા પણ વધશે. કંપનીએ કહ્યું છે કે એનાથી 2020 સુધી એ ખર્ચમાં વાર્ષિક 40 કરોડ પાઉન્ડની બચત થશે.

કંપની વિમાનોના એન્જિનની માંગમાં ઘટાડો થતાં કેટલાંક સમય માટે મુશ્કેલ સ્થિતિનો સામનો કરી રહી છે. એના એન્જિનનો ઉપયોગ એરબસ અને બોઈંગ જેવા વિમાન બનાવતી કંપનીઓ કરે છે.

ઉલ્લેખનિય છે કે રોલ્સ રોયસ મુખ્યત્વે કાર બનાવતી કંપની છે પણ તેણે વિમાનોના એન્જિનની બનાવટના ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું છે.