'રોમેન્ટિક ડિનર'નું પ્લાનિંગ કરો છો? તો ફોલો કરો આ ટિપ્સ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ‘રોમેન્ટિક ડિનર’નું પ્લાનિંગ કરો છો? તો ફોલો કરો આ ટિપ્સ

‘રોમેન્ટિક ડિનર’નું પ્લાનિંગ કરો છો? તો ફોલો કરો આ ટિપ્સ

 | 12:47 pm IST

કોઈપણ ડિનરનું આયોજન ઘણી તૈયારીઓ માંગી લે છે. તમારે ઘણું બધું વિચારીને નાની નાની વાતોનું પ્લાન કરવુ પડે છે. આમ, જો તમે રોમેન્ટિક ડિનરનું પ્લાનિંગ કરી રહ્યા છો તો અહીં આપેલી વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

1. આપના પાર્ટનરની સાથે થોડીવાર રોમેન્ટિક પળો ગુજારો. એ માટે એક યાદગાર રોમેન્ટિક ટેબલ ડિનર એરેન્જ કરો. આપના ડિનરને રોમેન્ટિક બનાવવા માટે સૌથી પહેલાં કોઈ એક રંગને પસંદ કરો અને એના અનુસાર આખું ડેકોરેશન કરો. એનાથી આજની આ શામ આપના માટે રોજના બોરિંગ ડિનર કરતાં કંઈક અલગ જ થઈ જશે.
2. તમે તમારા પસંદગીના રંગ અનુસાર ટેબલ ક્લોથ, ટેબલ રનર અને ટેબલ નેપકિનનો ઉપયોગ કરો.
3. સેલાડ અને ડિનરની કટલેરી અર્થાત્ ચમચી અને ફોર્ક અલગ અલગ રાખો, સૂપ અને ડેઝર્ટની ચમચીઓ અલગ રાખો. સલાડ અને બ્રેડ પ્લેટ્સ પણ અલગ રાખો.
4. આપના ડિનરને રોમેન્ટિક બનાવવા માટે તેને કેન્ડલ લાઈટ ડિનર બનાવી દો. તમે ટેબલની કિનારીઓ પર નાની-નાની કેન્ડલ લગાવી દો.
5. તમે ઇચ્છો તો અરોમા કેન્ડલ્સનો ઉપયોગ પણ કરી શકો છો, જે વાતાવરણને વધુ રોમેન્ટિક બનાવી દેશે.
6. આપના રૂમથી ડિનર ટેબલ સુધી જનારા માર્ગ પર ફૂલ બિછાવી દો. આ ઉપરાંત ટેબલ પર સર્વિંગ બાઉલ્સની ચારે તરફ ફૂલોના પાનનું ડેકોરેશન કરી દો.