- Home
- Photo Gallery
- ‘ઇન્ડિયન ગર્લ’ સાથે સગાઇ કરનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે સગાઇની એનિવર્સરી ઉજવી Pics

‘ઇન્ડિયન ગર્લ’ સાથે સગાઇ કરનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે સગાઇની એનિવર્સરી ઉજવી Pics
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલ (Glenn Maxwell) પોતાની સગાઇની એનિવર્સરીની ઉજવણી કરી રહ્યો છે. તેણે પોતાની સગાઇનું એક વર્ષ પૂર્ણ થતા પોતાની મંગેતર વિની રમન Vini Ramanની સાથે સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરી છે. આ તસવીરને શરે કરતા તેણે ખુબ જ ખાસ સંદેશ પણ લખ્યો છે. ગ્લેન મૈક્સવેલ એ લખ્યું- એક વર્ષ પહેલા મેં એક સાહસભર્યુ કામ કર્યું હતું જે એક વ્યક્તિ કરી શકે છે. લવ યૂ @vini.raman અને હવે હું તારી સાથે વૃદ્ધ થવાની રાહ જોઇ શક્તો નથી.
જણાવી દઇએ કે, ગત વર્ષે ફેબ્રુઆરીમાં મૈક્સવેલ એ ઇન્સ્ટાગ્રામ પર આ વાતની જાણકારી આપી હતી કે તેણે અને વિનિ રમને સગાઇ કરી લીધી છે અને તેઓ ખુબ જ જલ્દી લગ્ન કરી લેશે. ગ્લેન મૈક્સવેલ એ વિની રમન સાથે સગાઇના એક મહિના બાગ ફરીથી ભારતીય સંસ્કૃતિ અનુસાર પણ સગાઇ કરી હતી. વિની રમન સાથે સગાઇ બાદ મૈક્સવેલ શૉન ટૈટ બાદ બીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બની જશે, જેમણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યા છે.
મૈક્સવેલ એ પોતાની માનસિક બીમારીના કારણે ક્રિકેટથી વિરામ લીધો હતો. મૈક્સવેલ એ ખુલાસો કર્યો હતો કે તે વિની રમન છે, જેણે તેના માનસિક સ્વાસ્થ્યના મુદ્દાની ઓળખ કરી હતી. મૈક્સવેલ માનસિક અને શારિરીક રીતે ખુબ જ થાકી ચૂક્યો હતો, જેના કારણે તે ઓક્ટોબર 2019માં માનસિક સ્વાસ્થ્યના કારણે આરામ કરવા મજબૂર થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન