NIFTY 9,438.25 +10.35  |  SENSEX 30,570.97 +106.05  |  USD 64.5450 -0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • કલોકમાં બોર્ડની ચાલુ પરીક્ષામાં કલાસમાં ઘૂસી ગયો રોમિયો અને પછી …

કલોકમાં બોર્ડની ચાલુ પરીક્ષામાં કલાસમાં ઘૂસી ગયો રોમિયો અને પછી …

 | 4:55 pm IST

કલોલના રેલવેપૂર્વે વિસ્તારમાં આવેલ ભાગ્યોદય સોસાયટીમાં રહેતો વિશાલ બારોટ નામનો રોડ રોમિયો શાંતિની કેતન વિદ્યાવિહારમાં અભ્યાસ કરતી એક સગીરાને છેલ્લાં ઘણાં સમયથી પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો.અવારનવાર રોમિયોગીરી ઝાડતાં શાળામાં તથા ટયુશન કલાસીસમાં ઘુસી જવું અને તેણી સમક્ષ પ્રેમનો ઈકરાર કરતાં લગ્ન માટે દબાણ કરવાનો સિલસિલો શરૂ થયો હતો. કયારેક ધમકી આપી પોતાના વાહન પર અનેક સ્થળો પર લઈ જઈ તે સગીરાને મારઝૂડ પણ કરતો હતો. તેમજ આ અંગે કોઈને જાણ કરીશ તો તારા પિતા તથા ભાઈઓને જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપતો હતો.

એક દીકરાના પિતા વિશાલ બારોટની આ હરકતની જાણ થતાં કલોલમાં ભાડેથી રહેતો સગીરાનો પરીવાર પોતાની દીકરીના ભવિષ્ય તથા સુરક્ષાનો વિચાર કરી અમદાવાદ રહેવા ચાલ્યો ગયો હતો.પરંતુ હાલમાં બોડેની પરીક્ષા ચાલુ હેાઈ અને  સગીરા ધોરણ – ૧રની વિદ્યાર્થીની હેાઈ કલોલ પરીક્ષા આપવા આવી હતી.જેમાં તેણીનો નંબર કલોલની લોટસ સ્કૂલમાં આવ્યો હતો. ચાલુ પરીક્ષામાં આ રોમિયો લોટસ શાળામાં કલાસમાં ઘુસી ગયો હતો. જયાં તેણે સગીરાને ચાલ પરીક્ષા નથી આપવાની તેમ કહી પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા અને ભાગી જવા દબાણ કરી ધમકી આપી હતી. સડકછાપ રોમિયો એવા વિશાલ બારોટની તેણીને જબરદસ્તી ભગાડી જવાની અને એસિડ એટેકની ધમકીથી ભયભીત પરીવારજનોએ આખરે  મહિલા સુરક્ષા  હેલ્પલાઈનનો  સંપકે સાંધ્યો  હતો. ત્યારબાદ કલોલ શહેર પોલીસને બનાવથી વાકેફ કયો હતાં. બનાવની ગંભીરતાને નજર સમક્ષ રાખી કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલાં જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી.

શાળાના સંચાલકોને સગીરાના જીવ કરતાં શાળાની પ્રતિષ્ઠા વધુ વ્હાલી !

આશ્વયેની બાબત તો એ છે કે લોટસ શાળામાં બોડેની ચાલુ પરીક્ષામાં કલાસમાં ઘુસી જઈ સગીરાને ધમકી આપનાર રોમિયોને કોઈ જ સિક્યોરીટી ધ્વારા અટકાવવામાં આવ્યો ન હતો.ત્યારે શાળાના જવારદાર વ્યકિતઓ એ એક સગીરાને ચાલુ પરીક્ષામાં કલાસમાં ઘુસી ધમકી આપવા જેવું હીન કૃત્ય આચરનાર રોમિયોને પોલીસને હવાલે કરવાને બદલે પોતાની શાળાનું નામ ખરાબ ન થાય તે માટે સમગ્ર ઘટના પર ઢાંક પિછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.એટલું જ નહી આ જ શાળામાં થોડાંક સમય અગાઉ સવારના સુમારે બે પ્રેમી પંખીડા કલાસરૂમ બંધ કરી પ્રણયફાગ ખેલતાં વાલીઓએ પકડયાં હતાં.ત્યારે પણ હોબાળો મચા ગયો હતો અને સ્કૂલ મેનેજમેન્ટની  કેટલાક સભ્ય વાલીઓએ ટીકા કરી હતી. જોકે , સ્કૂલની શાખને હાનિ ન પહોંચે તે માટે આ બનાવને દબાવી દેવામાં આવ્યો હોવાનું લોકમુખે ચચોઈ રહ્યું છે.

1