Ronaldo completes 800 goals, Manchester United beat Arsenal 3-2
  • Home
  • Sports
  • રોનાલ્ડોના 800 ગોલ પૂરા, માન્ચેસ્ટર યુનાઇટેડે આર્સનલને 3-2થી હરાવ્યું

રોનાલ્ડોના 800 ગોલ પૂરા, માન્ચેસ્ટર યુનાઇટેડે આર્સનલને 3-2થી હરાવ્યું

 | 10:41 pm IST
  • Share

  • યુનાઇટેડ માટે રોનાલ્ડોએ ૫૨મી તથા 70મી મિનિટે બે ગોલ નોંધાવ્યા
  • રોનાલ્ડોએ 800 ગોલનો આંકડો વટાવ્યો
  • પોર્ટુગલ માટે રમીને રોનાલ્ડોએ 115 ગોલ કર્યા

પોર્ટુગલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના બે ગોલની મદદથી માન્ચેસ્ટર યુનાઇટેડે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલમાં આર્સનલ સામે ભારે રસાકસી બાદ ૩-૨થી વિજય હાંસલ કર્યો હતો. રોનાલ્ડોએ તેના બે ગોલ દરમિયાન હાઇએસ્ટ લેવલની ટૂર્નામેન્ટમાં પોતાના 800 ગોલ પૂરા કર્યા હતા. રોનાલ્ડોએ મેચમાં ૫૨મી મિનિટે ગોલ કરીને ક્લબ તથા દેશ તરફથી કુલ મળીને 800 ગોલનો આંકડો વટાવ્યો હતો. તેણે 70મી મિનિટે પેનલ્ટીને ગોલમાં ફેરવીને યુનાઇટેડનો વિજય નિશ્ચિત કર્યો તે પહેલાં એમિલ સ્મિથે 14મી તથા માર્ટિન ઓડેગાર્ડે 54મી મિનિટે આર્સનલ માટે ગોલ કર્યા હતા. બ્રૂનો ફર્નાન્ડિઝે 44મી મિનિટે યુનાઇટેડ માટે ગોલ કર્યો હતો.

માન્ચેસ્ટર માટે 130 ગોલ પૂરા કર્યા

રોનાલ્ડોએ તેના 801માંથી માન્ચેસ્ટર યુનાઇટેડ માટે કુલ 130 ગોલ નોંધાવ્યા છે. તે બીજી વખત આ ક્લબ માટે રમી રહ્યો છે. તેણે રિયલ મેડ્રિડ માટે સર્વાધિક 450 ગોલ કર્યા હતા. જુવેન્ટ્સ માટે આ સ્ટ્રાઇકર ખેલાડીએ 101 ગોલ નોંધાવ્યા હતા. પોર્ટુગલ માટે રમીને રોનાલ્ડોએ 115 ગોલ તથા સ્પોર્િંટગ લિસબન માટે પાંચ ગોલ કર્યા હતા.

184 ઇન્ટરનેશનલ મેચમાં 115 ગોલ

રોનાલ્ડો વિશ્વ ફૂટબોલમાં સર્વાધિક ઇન્ટરનેશનલ ગોલ કરનાર ખેલાડી પણ છે. તેણે તાજેતરમાં જ ઇરાનના અલી દેઇના 109 ગોલનો રેકોર્ડ તોડયો હતો. તેણે ઇન્ટરનેશનલ સ્તરે 184 મેચમાં 115 ગોલ કર્યા હતા. એક્ટિવ ફૂટબોલ પ્લેયર્સમાં આર્જેન્ટિનાના લાયોનલ મેસ્સી અને ભારતના ફૂટબોલ સુકાની સુનીલ છેત્રીના 80 ગોલ છે. 2002માં સ્પોર્ટિંગલ લિસબન સાથે કારકિર્દી શરૂ કરી હતી । રોનાલ્ડોએ 2002માં સ્પોર્ટિંગલ લિસબન સાથે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડે 2003માં તેને 17 મિલિયન અમેરિકન ડોલરની રકમ સાથે કરારબદ્ધ કર્યો હતા તે વખતે તેની વય 18વર્ષની હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો