Video: રૉનાલ્ડોનાં 7 વર્ષનાં દીકરાએ ફટકાર્યો જોરદાર ગૉલ - Sandesh
  • Home
  • Sports
  • Football
  • Video: રૉનાલ્ડોનાં 7 વર્ષનાં દીકરાએ ફટકાર્યો જોરદાર ગૉલ

Video: રૉનાલ્ડોનાં 7 વર્ષનાં દીકરાએ ફટકાર્યો જોરદાર ગૉલ

 | 4:31 pm IST

ફૂટબૉલ ઇતિહાસનાં મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રૉનાલ્ડોનો જાદૂ સમગ્ર દુનિયા પર છવાયેલો છે, તો હવે તેના દીકરાએ પણ ગૉલ ફટકારતા સોશિયલ મીડિયા પર તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. લિસ્બનમાં રમાયેલી પોર્ટુગલ અને અલ્જીરિયાની મેચમાં રોનાલ્ડો જૂનિયરે સૌને ચોંકાવી દીધા હતા. મેચ પછી 7 વર્ષનાં દીકરાએ લેફ્ટ કૉર્નરનાં ટૉપ પરથી ગૉલ ફટકાર્યો હતો. આ દરમિયાન ક્રિસ્ટિયાનો રૉનાલ્ડો પણ હાજર હતો. દીકરાનો ગૉલ જોઇને તે પણ ખુશ થયો હતો.

પોર્ટુગલે વિશ્વકપ શરૂ થતા પહેલા રમાયેલી આ મેચમાં અલ્જેરીયાને 3-0થી માત આપી હતી. પોર્ટુગલ સ્પેન સામે 15 જૂનનાં રમાનારી મેચથી પોતાના અભિયાનનો આરંભ કરશે. ત્યારબાદ તે 20 જૂનનાં મોરક્કો અને પછી ઈરાન સામે ટકરાશે.

રૉનાલ્ડોએ કહ્યું કે, “અમે ખિતાબનાં દાવેદાર નથી, પરંતુ હું મારા સાથીઓ તરફથી જીતવાની મહત્વાકાંક્ષાની ગેરંટી આપી શકુ છું. ફૂટબૉલમાં કંઇપણ અસંભવ નથી અને આ કારણે અમારે સત્યની નજીક રહીને ખુદને મજબૂત બનાવી રાખવાનાં છે.”