Roopa Ganguly Birthday: Draupadi was shot like this in Mahabharata, Roopa Ganguly cried
  • Home
  • Entertainment
  • Bollywood
  • મહાભારતમાં આ રીતે શૂટ કર્યું હતું દ્રૌપદીનું ચીરહરણ, રડી પડી હતી અભિનેત્રી

મહાભારતમાં આ રીતે શૂટ કર્યું હતું દ્રૌપદીનું ચીરહરણ, રડી પડી હતી અભિનેત્રી

 | 11:19 am IST
  • Share

  • અભિનેત્રી રૂપા ગાંગુલીનો આજે 55 મો જન્મદિવસ
  • ‘મહાભારત’ સીરિયલમાં કર્યો હતો દ્રૌપદીનો રોલ
  • દ્રૌપદીનું ચીરહરણ શૂટ કર્યા પછી રડ્યા હતા રૂપા ગાંગુલી

બીઆર ચોપરાની ‘મહાભારત’ ટેલિવિઝન ઈતિહાસની તે સિરિયલોમાંની એક છે, જે દર્શકો ક્યારેય તેમના દિલમાંથી નીકળી શકી નથી. દૂરદર્શન ચેનલ પર 90ના દાયકામાં રામાયણ પછી લોકોને કોઈ સિરિયલ ગમતી હોય તો તે મહાભારત હતી. મહાભારતનું દરેક પાત્ર કાયમ માટે અમર થઈ ગયું. શો પૂરો થયા પછી પણ લોકો શોના નકારાત્મક પાત્રો ભજવનારા કલાકારોને એક જ નજરથી જોતા હતા. જાણે દરેક પાત્ર તેના માટે સમાન હોય. મહાભારતનું પાત્ર દ્રૌપદી પણ ખૂબ પ્રખ્યાત થયું હતું. રૂપા ગાંગુલીએ આ પાત્ર ભજવ્યું હતું. પરંતુ તેના માટે દ્રૌપદી બનવું સરળ ન હતું. ખાસ કરીને જ્યારે ચીરહરણ સીન ફિલ્માવવામાં આવી રહ્યો હતો. તો રૂપા ગાંગુલી પોતાને રડતા રોકી શકી નહીં. આજે રૂપા ગાંગુલીના 55માં જન્મદિવસ (25 નવેમ્બર 1966)ના અવસર પર જાણો મહાભારતમાં દ્રૌપદીના ચીરહરણનું દ્રશ્ય કેવી રીતે શૂટ કરવામાં આવ્યું હતું.

રૂપા ગાંગુલી દ્રૌપદીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવી રહી હતી. ત્યારબાદ તેમને કહેવામાં આવ્યું કે દ્રૌપદીના ચીરહરણનું દ્રશ્ય ફિલ્માવવામાં આવશે. બીઆર ચોપરાએ રૂપાને કહ્યું હતું કે જો કોઈ મહિલાને તેના વાળ ખેંચીને અને કપડાં ઉતારીને ભરી સભામાં લાવવામાં આવે તો તેનું શું થશે. બસ એમ વિચારીને રૂપાને સીન આપવાનો છે. આ વિચારીને રૂપા એકદમ ડરી ગઈ.

રૂપાએ ટેકમાં આખો સીન કરી લીધો હતો. તે સીનમાં એટલી ખોવાઈ ગઈ હતી કે ડિરેક્ટરને એક પણ રીટેક લેવાની જરૂર ન પડી. સીન પૂરો થયા બાદ રૂપા ગાંગુલી અડધા કલાક સુધી રડતી રહી. આ સીન ફિલ્માવવો તેના માટે ખૂબ જ પીડાદાયક હતો. બાદમાં તમામ લોકોને સમજાવ્યા બાદ તે ચૂપ થઈ ગઈ હતી.

દ્રૌપદીના ચિરહરણને સંપૂર્ણ બનાવવા માટે અઢીસો મીટરની સાડી ગોઠવવામાં આવી હતી. જેથી સમગ્ર સીન એક જ ટેકમાં ફિલ્માવી શકાય. આ સીન ફિલ્માવવા માટે રૂપાને સતત ફરવું પડ્યું હતું.

રૂપા ગાંગુલી પહેલા દ્રૌપદીનો રોલ જુહી ચાવલાને ઓફર કરવામાં આવ્યો હતો. જુહીએ પણ બીઆર ચોપરા સાથે કરાર કર્યો હતો. પરંતુ પછી જુહીની ફિલ્મ કયામત સે કયામત તક રીલિઝ થઈ. જે બાદ તેણે દ્રૌપદીનું પાત્ર ભજવવાની ના પાડી દીધી હતી. બાદમાં આ રોલ રૂપા ગાંગુલી પાસે ગયો અને તેણે આ પાત્રને ખૂબ જ સારી રીતે ભજવ્યુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો