રોજા જાનેમન - Sandesh
1.6M
1M
1.7M
APPS

રોજા જાનેમન

 | 3:14 am IST
  • Share

મલ્ટિપ્લેક્સઃ શિશિર રામાવત

તો, આપણે ગયા રવિવારે વાત માંડી હતી મણિ રત્નમની કન્ટેમ્પરરી કલાસિક ફ્લ્મિ ‘રોજા’ની. ‘રોજા’નું આ સિલ્વર જ્યુબિલી યર છે. પચ્ચીસ વર્ષ જૂની આ ફ્લ્મિનાં ગીતો અને વિઝ્યુઅલ્સ આપણને આજે પણ મુગ્ધ કરી દે છે. ગીતો અને દશ્યો જ શું કામ, આખેઆખી ફ્લ્મિ આપણને જલસો કરાવે છે.

‘રોજા’ ભલે દિગ્ગજ ફ્લ્મિનિર્માતા કે. બાલાચંદરના બેનર માટે બની રહી હતી, પણ તેનું બજેટ પાંખું હતું. ટેકિનશિયનો પોતપોતાની રેગ્યુલર ફી કરતાં સાવ ઓછા પૈસામાં કામ કરવા તૈયાર થઈ ગયા હતા. એ વખતે ફ્લ્મિ તમિલ ઉપરાંત તેલુગુ ઉપરાંત હિન્દીમાં પણ ડબ થશે ને આખા દેશમાં ધૂમ મચાવશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી. જાણે નાનકડી એકસપેરિમેન્ટલ ફ્લ્મિ બનાવી રહૃાા હોય એવો સૌનો મૂડ હતો.

હીરો અરવિંદ સ્વામીની આ બીજી જ ફ્લ્મિ. હિરોઈન મધુ ‘ફૂલ ઔર કાંટે’ (અજય દેવગણે જે ફ્લ્મિથી બોલિવૂડમાં એન્ટ્રી મારી તે, ૧૯૯૧) સહિત અલગ અલગ ભાષાઓની પાંચેક જેટલી ફ્લ્મિો કરી ચુકી હતી. એકચ્યુઅલી, ‘રોજા’ના ટાઈટલ રોલ માટે મણિ રત્નમ સાઉથની ઐશ્વર્યા નામની એકટ્રેસને સાઈન કરવા માગતા હતા, પણ કોઈક વાતે એનો મેળ ન પડયો એટલે એની જગ્યાએ મધુ ગોઠવાઈ ગઈ. આતંકવાદીના રોલ માટે નાના પાટેકરની વરણી કરવાનો ઈરાદો હતો, પણ એમાંય વાત ન જામી એટલે તે ભુમિકા પંકજ કપૂરને સોંપવામાં આવી.

મણિ રત્નમે ખરો માસ્ટર સ્ટ્રોક ફ્ટકાર્યો સંગીતકારની પસંદગીમાં. એમની અગાઉની બઘી ફ્લ્મિો માટે દક્ષિણમાં બહુ મોટું નામ ધરાવતા ઇલિયારાજાએ સંગીત આપ્યું હતું, પણ ‘રોજા’ માટે મણિસરને અલગ પ્રકારના સાઉન્ડ્સ જોઈતા હતા. એમનો ભેટો એ. આર. રહેમાન નામના છવ્વીસ વર્ષના અજાણ્યા છોકરા સાથે થયો, જે તે વખતે ટીવીની જાહેરાતો માટે જિંગલ્સ ઉપરાંત ડોકયુમેન્ટરી માટે સંગીત કમ્પોઝ કરતો હતો. ફ્લ્મિો માટે સંગીત તૈયાર કરવાનો એને સહેજ પણ અનુભવ નહોતો. પોતાનાં કામની નાનકડી ઝલક આપતી એક ડેમોન્સ્ટ્રેશન ટેપ રહેમાને મણિસરને મોકલી આપેલી. તે મ્યુઝિકલ પીસની પહેલી જ નોટ સાંભળતા મણિ રત્નમ સતર્ક થઈ ગયા. તેઓ રહેમાનના મ્યુઝિક સ્ટુડિયો પર પહોંચી ગયા. રહેમાને થોડાં વધારે કમ્પોઝિશન્સ સંભળાવ્યાં, જે એમણે ખરેખર તો જુદી જુદી એડ્સ માટે ક્ે બીજા કલાયન્ટ્સ માટે તૈયાર કર્યાં હતાં. મણિ રત્નમને ખાતરી થઈ ગઈ ેકે આ છોકરાના સંગીતમાં કંઈક અલગ જ જાદુ છે. એમણે નક્કી કરી નાખ્યંુ: રહેમાન ભલે સાવ નવો નિશાળીયો રહૃાો, પણ ‘રોજા’માં સંગીત તો એ જ પીરસશે!

‘આ છોકરો આગળ જતાં બહુ મોટી હસ્તી બનશે કે એવા કશા જ વિચારો હું તે વખતે કરતો નહોતો,’ મણિ રત્નમે એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘મને બસ એક જ વસ્તુ સાથે મતલબ હતો અને તે એ કે ‘રોજા’ માટે એ કેવું સંગીત કમ્પોઝ કરે છે. મેં જોયું કે ચીલાચાલુ ઢાંચાની બહાર આવીને કામ કરવા માટે એ તૈયાર છે. એને કશુંક અલગ કરવું હતું. હું ખરેખર લકી કહેવાઉં કે મને કરેકટ ટાઈમે ક્રેક્ટ માણસ મળી ગયો.’

મણિ રત્નમ પર હવે આક્ષેપ થાય છે કે તેઓ પોતાની ફ્લ્મિોમાં એ.આર.રહેમાનને જ રિપીટ કર્યા કરે છે. આના જવાબમાં મણિ રત્નમ કહે છે, ‘રહેમાન એવો સંગીતકાર છે, જે તમારી અપેક્ષા કરતાંય વધારે આઉટપુટ આપશે. રહેમાન સાથે વારે વારે કામ કરવાનું કારણ કર્મ્ફ્ટ ઝોન નથી. જે રીતે ફ્લ્મિનો એક નિશ્ચિત સૂર નક્કી કરવો પડે તેમ ફ્લ્મિના સંગીતનો પણ એક ટોન પકડવો પડે. અમે બન્ને એકબીજાની ક્રિયેટિવિટીનું લેવલ નીચે ઊતારતા નથી, બલકે એકમેકને વધારે સારું પર્ફેર્મ કરવા માટે પુશ કરીએ છીએ. રહેમાન સાથેનું મારું અસોસિયેશન હજુ સુધી તો ખૂબ ફ્ળદાયી રહૃાું છે.’

‘રોજા’ માટે સિનેમેટોગ્રાફી કરવાનું કામ સુપર ટેલેન્ટેડ સંતોષ સિવનને સોંપવામાં આવ્યું. મણિ રત્નમ કહે છે, ‘ફ્લ્મિ બનાવતી વખતે ડિરેક્ટરનો સૌથી નિકટનો કોઈ સાથી જો કોઈ હોય તો એ સિનેમેટોગ્રાફ્ર છે. એ કંઈ માત્ર લાઈટિંગ અને કેમેરા એંગલ જ સંભાળતો નથી, આખેઆખી ફ્લ્મિ બરાબર બની રહી છે કે કેમ તે સુનિશ્ચિત કરવામાં પણ મને મદદ કરે છે. મારે કોઈને કશુંક પૂછવું હોય કે કોઈનો અભિપ્રાય જાણવો હોય તો સૌથી પહેલાં હું સિનેમેટોગ્રાફ્રને પૂછું છું. એકટરોનો અભિનય સૂરમાં છે કે કેમ તેની ચર્ચા પણ હંુ સિનેમેટોગ્રાફ્ર સાથે કરું છું. જેમ ફ્લ્મિ બનાવતી વખતે સૌથી નિકટનો સાથી સિનેમેટોગ્રાફ્ર છે તેમ ફ્લ્મિ બની ગયા પછી સૌથી નિકટ એડિટર હોય છે. મને એવા સાથીદારોની જરુર હોય છે જે મારા કરતાં કશુંક અલગ વિચારી શકતા હોય, જે મારી વસ્તુમાં નવું ઉમેરી શકતા હોય. અમે બધા એકમેકને પૂરક હોવા જોઈએ.’

મજા જુઓ. ‘રોજા’માં કાશ્મીરના આતંકવાદની વાત છે, પણ ફ્લ્મિનું શૂટિંગ કાશ્મીરમાં થયું નથી. એ વખતે ત્રાસવાદીઓએ એવો ઉપાડો લીધો હતો કે મણિ રત્નમની ઇચ્છા હોવા છતાં નછૂટકે શૂટિંગ કુનૂર, ઉટી, મનાલી વગેરે સ્થળોએ કરવું પડયું. એક સાચુકલા એન્જિનીયરને કાશ્મીરી આતંકવાદીઓ ઉઠાવી ગયા હતા અને એની પત્નીએ ટેરરિસ્ટોને ઉદ્દેશીને ખુલ્લો પત્ર લખ્યો હતો તે ઘટનામાંથી મણિ રત્નમને ‘રોજા’નું વિચારબીજ સાંપડયું હતું તે સાચું, પણ ફ્લ્મિ લખતી વખતે એમના મનમાં સત્યવાન-સાવિત્રીની વાર્તા રમતી હતી. ‘રોજા’ એ આધુનિક સાવિત્રી જ છેને! પૌરાણિક કથાની સાવિત્રી યમદેવ પાસેથી પોતાના પતિને પાછો લઈ આવે છે, જ્યારે અહીં મધુ જમ જેવા આતંકવાદીઓની ચુંગાલમાંથી અરવિંદ સ્વામીને છોડાવી લાવે છે.

તમિલ ભાષામાં બનેલી આ ફ્લ્મિ હિન્દીમાં ડબ થઈ એમાં એક મોટી ગરબડ થઈ ગઈ. મૂળ ફ્લ્મિમાં ભાષાભેદનો અને કમ્યુનિકેશન ગેપનો મુદ્દો ખૂબ સરસ રીતે ઊપસ્યો છે. મધુને તમિલ સિવાય કોઈ ભાષા આવડતી ન હોવાથી એ કાશ્મીરમાં મિલિટરીના સાહેબોને અને અન્ય લાગતાવળગતા હિંદીભાષી લોકો સાથે સીધો સંવાદ કરી શકતી નથી. ફ્લ્મિની હિન્દીમાં ડબ થઈ એટલે મધુ સહિત તમામ પાત્રોના સંવાદો હિન્દીમાં રુપાંતરિત થઈ ગયા અને કમ્યુનિકેશન પ્રોબ્લેમવાળા આખા મુદ્દાનો છેદ ઊડી ગયો. આથી હિન્દી ‘રોજા’માં અમુક દશ્યો વિચિત્ર લાગે છે. આમ છતાં આખી ફ્લ્મિ એટલી પાવરફ્ુલ છે કે આપણને આ ક્ષતિ નડતી નથી.

‘રોજા’ બની. રિલીઝ થઈ. મણિ રત્નમને સૌથી પહેલો ફેન ગુરુ-કમ-પ્રોડયુસર કે. બાલાચંદરનો આવ્યો. સાહેબ ધૂંઆફૂંઆ થતા બોલ્યાઃ મણિ, મેં થિયેટરમાં ઓડિયન્સનાં રિએકશન જોયાં. દેશભકિતવાળા સીનમાં લોકો સીટ પરથી ઊભા કેમ થતા નથી? થવા જોઈએ! આનો મતલબ એ કે તારી ફ્લ્મિ કાચી રહી ગઈ છે! બીજું રિએકશન મણિ રત્નમના ફ્લ્મિમેકર ફ્રેન્ડ રામગોપાલ વર્માનું આવ્યું. કહેઃ મણિ, તારી ફ્લ્મિ તો અસહૃા છે.

હું તે અધૂરી છોડીને થિયેટરની બહાર ભાગી ગયો. શા માટે? કદાચ વર્માજીને લાગ્યું કે મણિ રત્નમે ફ્લ્મિમાં દેશભકિતનો અતિરેક કરી નાખ્યો છે. આ હતા મણિ રત્નમને મળેલા ‘રોજા’ના સૌથી પહેલા બે પ્રતિભાવ! એ વખતે કે. બાલાચંદર કે રામગાોપલ વર્મા તો શું, મણિ રત્નમે પણ સપને નહીં વિચાર્યું હોય કે આ ફ્લ્મિ ટંૂક્ સમયમાં દેશભરમાં તરખાટ મચાવીને ઓલટાઈમ કલાસિક બની જવાની છે!

બારદ્વાજ રંગન નામના સિનિયર પત્રકારે ઓછાબોલા મણિ રત્નમ સાથે લાંબી લાંબી ચર્ચાઓ કરીને ‘કન્વર્સેશન્સ વિથ મણિ રત્નમ’ નામનું અફ્લાતૂન અંગ્રેજી પુસ્તક લખ્યું છે. તેમાં ‘રોજા’ પર આખેઆખું પ્રકરણ છે. ‘રોજા’ અને મણિ રત્નમના ચાહકોએ આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન