ગુલાબ લાલ, ગુલાબી અને ગલગોટો પીળા રંગનો જ કેમ હોય? - Sandesh
  • Home
  • Kids Corner
  • ગુલાબ લાલ, ગુલાબી અને ગલગોટો પીળા રંગનો જ કેમ હોય?

ગુલાબ લાલ, ગુલાબી અને ગલગોટો પીળા રંગનો જ કેમ હોય?

 | 9:34 am IST

ફ્ૂલોના રંગ એમાં રહેલા એન્થોસ્યાનિન નામના રંગકણોના કારણે બને છે. આ રંગકણ ફ્લાવાનોઈડ્સ નામના રસાયણમાંથી બને છે. આ રસાયણ ગુલાબના ફૂલમાં હોય છે એવો લાલ, ગુલાબી અને વાયોલેટ કે ઓર્કિડના ફૂલોમાં હોય છે એ વાદળી અને જાંબુડિયો રંગ બને છે. ગલગોટાના ફૂલોમાં હોય છે એવા લાલ, પીળો અને કેસરી રંગ કેરોટેનોઈડ્સ નામના બીજા રસાયણના કારણે બને છે. આ રસાયણ ફ્લાવાનોઈડ્સની સાથે ઓછું-વધતું મિક્સર બનાવીને જુદા રંગકણો બનાવે છે. એટલે આવા બધા ફ્ૂલના રંગ બંને રસાયણમાંથી બનતા રંગકણો વડે બને છે.

કયા ફૂલનો કેવો રંગ હશે એ વનસ્પતિના ડીએનએમાં લખાયેલું હોય છે. જેમ આપણા ડીએનએમાં લખાયેલું હોય છે કે આપણી ચામડીનો રંગ ઘઉંવર્ણો બનશે, પીળો બનશે કે પછી ગોરો ગુલાબી બનશે. એ જ રીતે વનસ્પતિના ફૂલનો કલર કેવો હશે એ પણ એના ડીએનએમાં જ લખેલું હોય છે. એટલે જ દરેક ફૂલછોડના ફૂલનો રંગ દર વખતે એકસરખો જ આવે છે. ગુલાબી ગુલાબના છોડ ઉપર દર વખતે ગુલાબી રંગના જ ગુલાબ આવે છે અને લાલ રંગના ગુલાબના છોડ ઉપર દર વખતે લાલ રંગના જ ગુલાબ ખીલે છે. કારણ કે એના ડીએનએમાં જ લખાયેલું હોય છે કે આ છોડના ફ્ૂલ ચોક્કસ આ જ રંગના ખીલશે.

ફ્ૂલોના રંગ જોઈને બીજો એક સવાલ પણ મનમાં જરૂર જાગતો રહેતો હશે કે આખરે ફ્ૂલછોડના ફ્ૂલોમાં જુદા જુદા રંગ કેમ બનતા હશે? એનો જવાબ સમજવા માટે આપણે પંખીઓ અને જંતુઓ એટલે કે કીટકોના ડીએનએ સમજવા પડશે. દરેક કીટક અને પંખી ફૂલોનો રસ ચૂસવા માટે ખાસ રંગના જ ફૂલનો પસંદ કરે છે. કારણ કે એને એ જ રંગના ફૂલમાં મળતો રસ માફ્ક આવે છે. એના પાચનતંત્રને એ જ રસ પચે છે. બીજા કોઈ ફૂલનો રસ એ ચૂસી લે તો એનું પાચનતંત્ર એને પચાવી શકતું નથી. આપણે જોયું કે દરેક વનસ્પતિના ડીએનએમાં લખ્યું હોય છે કે એનો રંગ કેવો હશે!

શી ખબર કેમ આ જ વાત પંખીઓ અને કીટકો પણ જાણતા હોય છે. એટલે એમના ડીએનએ એવી રીતે લખાયેલા હોય છે કે એને એ જ રંગના ફ્ૂલ પસંદ આવે. એટલા માટે પંખીઓ અને કીટકો એના ડીએનએમાં લખાયું હોય એનાથી પ્રેરાઈને લાલ કે પીળો કે કેસરી કે ગુલાબી કે વાદળી રંગના ફૂલનો જ રસ ચૂસે છે. પંખી અને કીટકોને વનસ્પતિ આ સગવડ એટલા માટે આપે છે કે એમાં વનસ્પતિને પણ લાભ થાય છે. પંખી કે કીટક એના ફૂલનો રસ પીવા આવે તો ફૂલની પરાગરજ પોતાની ચાંચ, પગ કે મોં ઉપર ચોંટાડીને લઈ જાય છે અને બીજા ફૂલ ઉપર બેસે ત્યારે પરાગરજ ત્યાં ખરે છે. એ રીતે વનસ્પતિના ફૂલ ફ્ળે છે અને એના ફ્ળ બને છે. એટલે કે વનસ્પતિ કીટકો અને પંખીઓને રસ આપે તો બદલામાં એનું પ્રજનન થાય છે.

[email protected]