Technology: royal enfield classic 350 single seater launched
  • Home
  • Featured
  • Royal Enfield લાવ્યું ‘Make Your Own’ કસ્ટમાઇઝેશન Classic 350

Royal Enfield લાવ્યું ‘Make Your Own’ કસ્ટમાઇઝેશન Classic 350

 | 9:08 pm IST

રોયલ એનફિલ્ડ ‘Make Your Own’ કસ્ટમાઇઝેશન ઇનિશટિવની શરૂઆત કરી છે. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને પોતાની પસંદ મુજબ રોયલ એનફિલ્ડની બાઇકમાં ફેરફાર કરાવવાનો વિકલ્પ મળશે. આ વિશેષ સ્કીમ હેઠળ કંપનીએ પ્રથમ બાઇક સિંગલ બેઠક વાળી ક્લાસિક 350 લોન્ચ કરી છે. તે એક્સ શોરૂમની કિંમત 1.46 લાખ રૂપિયા છે.

ફેક્ટરી ફીટ થયેલ સિંગલ સીટવાળી આ ક્લાસિક 350 તાજેતરમાં લોન્ચ થયેલી સિંગલ સીટર બોમ્બર બાઇક જાવા પેરકને જોરદાર ટક્કર આપશે.

રોયલ એનફિલ્ડની આ ખાસ સ્કીમ હેઠળ ક્લાસિક 350ના નવા ગ્રાહકોને સિંગલ સીટ સિવાય કોઇ અન્ય ફેક્ટ્રી ફિટેડ એસેસરીનો વિકલ્પ મળશે. જેમાં ARAI સર્ટિફાઇડ અલૉય, અલગ અલગ સીટ ડિઝાઇન અને લેધર ઓપશ્ન, ફ્યૂલ ટેન્ક ડેકલ્સ અથવા સ્ટિકર અને રિયર લગેજ રેક સામેલ છે.

ફેક્ટ્રી ફિટેડ એસેસરી સરકાર અને આરટીઓ માપદંડોના અનુસાર છે. અને 2 વર્ષની વોરંટીની સાથે આવે છે. સિંગલ સીટ વાળી ક્લાસિક 350 બે કલર (બ્લેક અને મર્કરી સિલ્વર) અને સિંગલ ચેનલ એબીએસ સાથે ઉપલબ્ધ છે.

એન્જિનની વાત કરીએ તો ક્લાસિક 350ની સિંગલ સીટ વાળી વર્ઝનમાં પણ સ્ટેન્ડર્ડ મોડલ વાળી 346ccનું એન્જિન છે. આ એન્જિન 5,250 rpm પર 19.80 bhpના પાવર અને 4,000 rmp પર 28 Nm ટૉર્ક જનરેટ કરે છે. એન્જિન 5-સ્પીડ ગિયરબૉક્સથી લેસ છે.

આ વીડિયો પણ જુઓ: નિત્યાનંદ આશ્રમમાંથી યુવતી ગુમ થવાનો કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન