Royal Enfield launches Classic 350 BS6, know Features and Price
  • Home
  • Featured
  • Royal Enfield એ લોન્ચ કરી Classic 350 BS6, કિંમત અને ફીચર્સ જાણી લાગશે નવાઈ

Royal Enfield એ લોન્ચ કરી Classic 350 BS6, કિંમત અને ફીચર્સ જાણી લાગશે નવાઈ

 | 6:14 pm IST

મોટરસાયકલ નિર્માતા કંપની Royal Enfield(રોયલ એનફિલ્ડ) એ વધુ એક નવી બાઇકનું લોન્ચિંગ કર્યું છે. મળતી માહિતી મુજબ કંપનીએ Classic 350(ક્લાસિક 350) ને BS6 એન્જિનમાં લોન્ચ કરી છે. આ સાથે કંપની તેની અન્ય બોઇક્સને પણ BS6 એન્જિનમાં લાવવાની તૈયારી કરી રહી છે.

Classic 350 બાઇક, BS6 એન્જિન સાથે લોન્ચ કરેલ રોયલ એનફિલ્ડની પહેલી બાઇક છે. કંપનીએ કહ્યું કે 31 માર્ચ સુધી તેની અન્ય બાઇક્સને પણ BS6 એન્જિન સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે. BS6 એન્જિન વાળી બાઇકની વાત કરીએ તો રિપોર્ટ પ્રમાણે રોયલ એનફિલ્ડ Classic 350 BS6 માં એર કૂલ્ડ ટ્વિન સ્પાર્ક ઇલેક્ટ્રોનિક ફ્યૂલ ઇંજેક્શન ટેક્નોલોજી આપવામાં આવી છે. જ્યારે BS4 મોડલમાં કાર્બ્યુરેટર હતું. BS6 એન્જિન વાળી બાઈકમાં ઓક્સીજન સેંસર, બેંડ પાઇપ પર નવા કેટેલિટિક કનવર્ટર, અપડેટે એગ્ઝાસ્ટ મફલર સાથે મોટી હીટ શીલ્ટ પ્લેટ મળશે.

બે નવા ફીચર્સ મળશે:

ઉપરાંત આ BS6 એન્જિન બાઇકમાં બે નવા ફીચર્સ પણ છે. જેમાં સ્ટીલ્થ બ્લેક અને ગનમેટર ગ્રે કલરમાં મળનારી Royal Enfield Classic 350માં ઓઇલ વીલ્ઝઅને ટ્યૂબલેસ ટાયર સ્ટેન્ડર્ડ આપવામાં આવ્યા છે. એન્જિનની વાત કરીએ તો હાલ Classic 350 BS6 એન્જિનના ટાર્ક અને પાવર અંગે કોઈ સ્પષ્ટ માહિતી નથી. પરંતુ આપને જણાવી દઈએ કે BS4 એન્જિન 19.8hp પાવર અને 28Nm નો ટોર્ક આપે છે. જ્યારે નવી બાઇકમાં પણ 5-સ્પીડ ટ્રાંસમિશન આપવામાં આવી શકે છે.

કલર અને કિંમત:

આ બાઇક સ્ટીલ્થ બ્લેક અને ક્રોમ બ્લેક આમ બે કલરમાં માર્કેટમાં ઉતારી છે. આ સિવાય અગાઉના સિગ્નલ એરબોર્ન બ્લુ, સિગ્નલ સ્ટોર્મ્રાઇડર સેન્ડ, ગનમેટલ ગ્રે અને ક્લાસિક બ્લેક કલરમાં પણ બાઇક ઉપલબ્ધ રહેશે. કિંતમની વાત કરીએ તો Royal Enfield Classic 350ની એક્સ શોરૂમ પ્રાઇઝ 1.65 લાખ રૂપિયા નજીક છે. ડ્યૂલ ચેનલ એબીએસ સાથે આવેલ BS6 Royal Enfield Classic 350ની કિંમત, બાઇકના ડ્યૂલ ચેનલ એબીએસ વાળા BS4 મોડથી લગભગ 11 હજાર રૂપિયા વધારે હશે.

વોરંટી અને બુકિંગ:

મીડિયા રિપોર્ટ મુજબ કંપનીએ કહ્યું કે BS6 મોટરસાયકલ 3 વર્ષની વોરંટી અને 3 વર્ષના રોડ સાઇડ અસિસ્ટેન્સ સાથે મળશે. રિપોર્ટ મુજબ બાઇકની બુકિંગ શરૂ થઈ ગઈ છે અને ગ્રાહક 10 હજાર રૂપિયા આપી બાઇક બુક કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં કપાસના ખેતરમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન