Royal Enfield May launch 250cc Motorcycle Segment in India
  • Home
  • Featured
  • Royal Enfieldના ફેન્સ માટે સારા સમાચાર, કંપનીએ કરી આ પ્લાનિંગ

Royal Enfieldના ફેન્સ માટે સારા સમાચાર, કંપનીએ કરી આ પ્લાનિંગ

 | 10:26 pm IST

ઇન્ડિયન ઓટો માર્કેટમાં Royal Enfield બાઇકની માગ હવે દિવસે-દિવસે ઘટી રહી છે. તેથી કંપની તેના પ્રોડક્ટમાં અપડેટ કરવાનું વિચારી રહી છે. આ જ ક્રમમાં કંપની ભારતીય ગ્રાહકો માટે હવે એક નવા અપડેટને લોન્ચ કરવાની તૈયારી કરી છે.  Royal Enfield કંપની ઈન્ડિયન માર્કેટ માટે એક નવી બાઈક પર કામ કરી રહી છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે કંપની આ નવી મોટરસાઇકલને 250cc એન્જિન સાથે લોન્ચ કરશે. હાલ રોયલ એનફિલ્ડની 250cc બાઇક પ્લાનિંગ વાળી સ્ટેજ પર છે અને ભારતીય માર્કેટમાં લોન્ચ થતા થોડો સમય લાગશે. જોકે છેલ્લા થોડા સમયથી માર્કેટમાં કંપનીની બાઇક્સની ડિમાન્ડમાં ઘટાડો થયો છે. તેને જોતા કંપની 250cc બાઇકને ભારતીય માર્કેટમાં લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે.

સૂત્રો મુજબ કંપનીનું માનવું છે કે 250cc બાઇકના કારણે મોટા કસ્ટમર બેઝ સુધી પહોંચવામાં કંપનીને મદદ થશે. સાથે કંપની તેના પ્રોડક્ટને ઇકોનોમિકલ બનાવવા માંગે છે. થોડા સમયથી કંપનીના માર્કેટ શેર અને વોલ્યુમ સેલ્સમાં ઘણો ઘટાડો થયો છે. બાઇકની કિંમતમાં વધારાને સેલ્સમાં ઘટાડાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન