RR vs DC Match at Jaipur, Delhi Capitals won by 6 Wickets
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2019 RR vs DC: ઋષભ પંતનો ધમાકો, દિલ્હીની 6 વિકેટે વિજય

IPL 2019 RR vs DC: ઋષભ પંતનો ધમાકો, દિલ્હીની 6 વિકેટે વિજય

 | 8:15 pm IST

સોમવારે IPL 2019ની 40મી મેચ રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે થઈ. આ મેચ સવાઇ માનસિંહ સ્ટેડિયમ જયપુર ખાતે રમાઈ. દિલ્હી કેપિટલ્સ માટે આ સીઝનની 11મી મેચ હતી જ્યારે રાજસ્થાન રોયલ્સ માટે આ 10મો મુકાબલો હતો. દિલ્હી કેપિટલે આ મેચ 6 વિકેટથી જીતી છે.

રાજસ્થાને પહેલી બેટિંગ કરીને દિલ્હીને 192 રનોનો લક્ષ્ય આપ્યો. જેનો પીછો કરવા મેદાન પર ઉતરેલી દિલ્હી કેપિટલ્સ ટીમની શરૂઆત શાનદાર રહી. દિલ્હી તરફથી પૃથ્વી શૉ અને શિખર ધવન પહેલી વિકેટ માટે 72 રનોની ભાગેદારી કરી. શિખર ધવન 27 બોલમાં 54 રન ફટકાર્યા જ્યારે પૃથ્વી શો 39 બોલમાં 42 રન બનાવ્યા. ધવને તેની ઈનિંગ્સમાં 2 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. ઉપરાંત રીષભ પંત(78*), કોલિન ઈંગ્રમ(3*) અને શેરફને રધરફર્ડ(11) રન બનાવ્યા. પંતની ધમાકેદાર પારીમાં 4 છગ્ગા અને 6 ચોગ્ગા સામેલ છે. રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલે-2, ધવલ કુલકર્ણી અને રિયાન પરાગે 1-1 વિકેટ લીધા.

આ પહેલા દિલ્હીએ ટોસ જીતીને પહેલી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે મેદાન પર ઉતરેલી રાજસ્થાનની ટીમની શરૂઆત સારી રહી નહોતી અને ટીમને બીજી જ ઓવરમાં સંજુ સેમસન(0)ના રૂપે પહેલો ઝાટકો લાગ્યો હતો. ત્યાર બાદ કેપ્ટન સ્ટીવન સ્મિથ(50) અને અજિંક્ય રહાણે(104) શાનદાર ભાગેદારી કરી ટીમનો સ્કોર 135 સુધી પહોંચ્યો હતો. અજિંક્ય રહાણે માત્ર 63 બોલમાં શાનદાર સદી ફટકારી છેક સુધી નોટઆઉટ રહ્યો. જેમાં 3 છગ્ગા અને 11 ચોગ્ગા સામેલ છે. જ્યારે કેપ્ટન સ્મિથે પણ 32 બોલમાં અડધી સદી ફટકારી. જેમાં 8 ચોગ્ગા સામેલ છે.

ઉપરાંત ટીમનો કોઈ પણ પ્લેયર સારું પ્રદર્શન ન કરી શક્યો. બેન સ્ટોક્સ(8), એશ્ટન ટર્નર(0), સ્ટુઅર્ટ બિન્ની(19) અને રિયાન પરાગ(4) બનાવ્યા. દિલ્હી તરફથી કાગીસો રાબડા-2, ઈશાંત શર્મા, એક્સર પટેલ અને ક્રિસ મોરિસે 1-1 વિકેટ ઝડપ્યા.

પોઈન્ટ ટેબલની વાત કરીએ તો શાનદાર પર્ફોર્મેન્સ સાથે દિલ્હીની ટીમ ત્રીજા સ્થાને છે જ્યારે યજમાન રાજસ્થાન રોયલ્સની ટીમ માત્ર 3 મેચ જીતી શકી છે અને પોઈન્ટ ટેબલમાં 7માં નંબરે છે. દિલ્હીની ટીમે ઘરેલું મેદાનની અપેક્ષા બહાર વધારે સારુ પ્રદર્શન કર્યું છે. પરંતુ શનિવારે કોટલા મેદાન પર કિંગ્સ ઇલેવન પંજાબને 5 વિકેટે હરાવી પોઈન્ટ ટેબલમાં ત્રીજો નંબર હાંસલ કર્યો છે. જ્યારે બીજી તરફ રાજસ્થાને મુંબઈ ઈન્ડિયન્સ જેવી મજબૂત ટીમને હરાવી હતી. બન્ને ટીમે છેલ્લી મેચમાં જીત હાંસલ કરી છે તેથી સોમવારે આ બન્ને ટીમો વચ્ચે જોરદાર જંગ થાય એવી સંભાવના છે.

ટીમ:

રાજસ્થાન રોયલ્સ: અજિંક્ય રહાણે, સંજુ સેમસન(વિકેટકીપર), સ્ટીવન સ્મિથ(કેપ્ટન), બેન સ્ટોક્સ, રિયાન પરાગ, એશ્ટન ટર્નર, સ્ટુઅર્ટ બિન્ની, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, જયદેવ ઉનાદકટ, ધવલ કુલકર્ણી

દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શૉ, શિખર ધવન, શ્રેયસ અય્યર(કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), કોલિન ઈંગ્રમ, ક્રિસ મોરિસ, શેરફને રધરફર્ડ, એક્સર પટેલ, કાગીસો રાબડા, અમિત મિશ્રા, ઈશાંત શર્મા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન