રૂ. ૬,૪૦૦ કરોડના BS૪ વાહનો હજી સુધી વેચાયાં નથી - Sandesh
  • Home
  • Business
  • રૂ. ૬,૪૦૦ કરોડના BS૪ વાહનો હજી સુધી વેચાયાં નથી

રૂ. ૬,૪૦૦ કરોડના BS૪ વાહનો હજી સુધી વેચાયાં નથી

 | 1:50 am IST

। નવી દિલ્હી ।

કોરોના વાઇરસનો કેર અર્થતંત્રને તહસ નહસ કરી રહ્યો છે. પ્રદૂષણની માત્રા ઘટે એટલા માટે બીએસ-૪ સ્ટાન્ડર્ડના વાહનો બંધ થાય અને ઓછું પ્રદૂષણ ફેલાવતા બીએસ-૬ વાહનોનું જ વેચાણ કરવાના આદેશ અપાયા છે. ૩૧ માર્ચ સુધીમાં જે તે ઓટોમોબાઇલ્સ કંપની પાસે પડેલા બીએસ-૪ સ્ટાન્ડર્ડના વાહનોનો નિકાલ કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ, કોરોનાના કેર વચ્ચે ઓટોમોબાઇલ્સ સેક્ટરના વાહનોનું વેચાણ થંભી ગયું છે. આ સંજોગોમાં વિવિધ ઓટોમોબાઇલ્સ કંપનીઓ પાસે નહીં વેચાણ થયેલા બીએસ-૪ ધોરણ મુજબના રૂપિયા ૬,૪૦૦ કરોડથી વધુના વાહનોનો ખડકલો થયો છે. જેને લઈને ઓટોમોબાઇલ્સ ઇન્ડસ્ટ્રી ચિંતામાં મુકાઈ છે. ૧ એપ્રિલ ૨૦૨૦થી બીએસ-૬ વાહનોનું વેચાણ જ શક્ય બનશે. આ સંજોગોમાં ઓટોમોબાઇલ્સ કંપનીઓ તથા વાહન ડીલર્સ પાસે ઉપ્લબ્ધ બીએસ-૪ ધોરણ મુજબના વાહનના વેચાણ માટે તેઓ દ્વારા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા. પરંતુ, હાલમાં કોરોનાના કેરના કારણે સમગ્ર દેશમાં ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેને લઈને ઓટોમોબાઇલ કંપનીઓ તથા ડીલર્સ પાસે અગાઉના બીએસ-૪ વાહનના વેચાણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે. ફેડરરેશન ઓફ ઓટોમોબાઇલ્સ ડીલર્સ એસોસિયેશન ( FADA)ના પ્રમુખ હર્ષરાજ કાલેનું કહેવું છે કે, દેશભરના ઓટોમોબાઇલ્સ ડીલર્સ કપરા સંજોગોનો સામનો કરી રહ્યા છે. કોરોના વાઇરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન થઈ ગયું છે અને રૂપિયા ૬,૪૦૦ કરોડની કિંમતના બીએસ-૪ વાહનોનો સંગ્રહ હજુ પણ વણવેચાયેલો રહ્યો છે. FADAના મત મુજબ, આંશિક લોકડાઉનની સ્થિતિમાં ૧૨,૦૦૦થી વધુ ડીલર આઉટલેટ બંધ હતા. જ્યારે હવે સંમગ્ર દેશના ડીલર્સ બંધ થઈ ગયા છે. અગાઉ FADA દ્વારા સુપ્રીમ કોર્ટમાં બીએસ-૪ વાહનના વેચાણ માટેની સમયમર્યાદા વધારવા માટે અપીલ કરવામાં આવી હતી. જે મુદત ૩૧ મે સુધી લંબાવવા માટે અપીલ કરવામાં આવી હતી. પ્રવર્તમાન સંજોગોમાં સંસ્થા સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળવા માટે આશાવાદી છે. જેઓ રાહત મળવાની રાહ જોઈ રહ્યા છે. કોરોના વાઇરસ તથા ત્યારબાદની સ્થિતિમાં સંખ્યાબંધ ઓટોમોબાઇલ્સ કંપનીઓ દ્વારા ઉત્પાદન સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. રેનોલ્ટ, ટીવીએસ કીઆ મોટર્સ, યામાહા, તથા અન્ય ઘણાં દ્વારા કોરોના અટકાવવા માટે સુરક્ષાત્મક પગલાં જાહેર કરવામાં આવ્યા છે. ઘણાંએ ઉત્પાદન સર્વિસ બંધ કરી છે.

હાલમાં તો, ઓટોમોબાઇલ્સ કંપનીઓ- ડીલર્સને ત્યાં થયેલો બીએસ-૪ વાહનોનો જમાવડો ચિંતાનો વિષય બન્યો છે. હવે, કોરોના વાઇરસના કેર વચ્ચે તેઓને રાહત મળે છે કે નહીં? તે આગામી દિવસોમાં જ સ્પષ્ટ થઈ શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;