Rs 10 coins are missing from the markets, find out the reason
  • Home
  • Featured
  • બજારોમાંથી રૂ.10 ના સિક્કા ગુમ, જાણો શું છે કારણ

બજારોમાંથી રૂ.10 ના સિક્કા ગુમ, જાણો શું છે કારણ

 | 10:24 am IST
  • Share

  • બેંકોમાં અત્યારે દસના સિક્કાનો ભરાવો થઈ ગયો

  • લોકો રૂ.10ની નોટ જ વ્યવહારમાં માંગી રહ્યાં છે

     

રાજકોટની બજારોમાં 10 ના સિક્કા ગુમ થયા છે. હાલ બજારમાં દસના સિક્કાઓ જોવા મળી રહ્યાં નથી. બે કારણોથી 10 સિક્કા બજારમાં મળતા બંધ થયા છે. એક તો બજારમાં અફવા છે કે બજારમાં 10 સિક્કા બંધ થઈ ગયા છે. આથી લોકોને ભય છે કે અમે 10 ના સિક્કા સ્વીકારસુ અને અમારી પાસેથી કોઈ સિક્કા નહીં લે. આ તમામ બાબતને લઈને રાજકોટના લોકો શું કહી રહ્યાં છે. વેપારીઓનો શું મત છે તેનું રિયાલિટી ચેક સંદેશ દ્વારા કરવામાં આવ્યું છે.

દસના સિક્કા અંગે લોકોમાં ખોટું પેનિક

ઉલ્લેખનિય છે કે 10 સિક્કાની અવેજી સ્વરૂપે ચલણી નોટો છે. જેને પગલે લોકો 10 ની નોટ જ વ્યવહારમાં માંગી રહ્યાં છે. આ અંગે રાજકોટ આરસીસી બેંકના સીઇઓ પુરુષોત્તમ પીપડીયાએ જણાવ્યું હતું કે દસના સિક્કા અંગે લોકોમાં ખોટું પેનિક છે. લોકો દસના સિક્કાઓ સ્વીકારતા નથી બીજી તરફ બેન્કોને જ્યારે નાણાં ફાળવવામાં આવે છે. ત્યારે દસના સિક્કા ઓ ફરજિયાત અપાતો હોવાની વાત પણ આરસીસી બેંકના સીઈઓએ કરી હતી. જેથી બેંકોમાં અત્યારે દસના સિક્કાનો ભરાવો થઈ ગયો છે.

સિક્કાને લઈને લોકોની ગેરસમજ પણ દૂર થઈ જશે

આરબીઆઈ અને સરકાર તરફથી 10 ના સિક્કાને લઈને લોકોનો ભ્રમ દૂર કરવાની જરૂર છે. તો બેંકમાં પડેલા સિક્કા બજારમાં આવશે અને લોકોને પરચુરણની તંગી દૂર થઈ જશે. તથા સિક્કાને લઈને લોકોની ગેરસમજ પણ દૂર થઈ જશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો