rs-14-crores-in-a-monthly-lottery-has-won-a-whopping-indian-man-in-the-uae
  • Home
  • Nri
  • ભારતીય સેલ્સમેને અબુધાબીમાં જીતી 14 કરોડની લોટરી

ભારતીય સેલ્સમેને અબુધાબીમાં જીતી 14 કરોડની લોટરી

 | 5:28 pm IST

કિસ્મત ક્યારે પલ્ટી જાય તે કહેવાય નહી તેવાતને સાર્થક કરતો એક કિસ્સો હમણા ધ્યાનમાં આવ્યો છે. અથાગ મહેનત કરીને ક્યારેક વ્યક્તિ થાકે ત્યારે અનાયાસે ભાગ્યખુલી જતા સંઘર્ષ ઓછો થવા લાગે છે આવું જ કંઇક બન્યુ ભારતીય અને હાલ અબુધાબીમાં રહેતા આ સેલ્સમેન સાથે. એક સમાચાર અનુસાર કેરળમાં રહેતો મોહમ્મદ કુન્હી મય્યાલા હાલ રાજધાનીમાં એક સેલ્સમેનનું કામ કરે છે. કુન્હી મય્યાલાને અબુધાબીના સુપર 7 સિરિઝ ડ્રોમાં બુધવારે બિગ ટિકીટનો વિજેતા જાહેર કર્યો છે.

મય્યાલાનો એ લાંબી યાદીમાં સમાવેશ થાય છે જે રાતોરાત કરોડો પતિ બની ચુક્યા હોય. કિસ્મતનો ચમકારો એવો ચમક્યો કે રાતોરાત સામાન્ય મહેનત મજૂરી કરતો આ માણસ થયો કરોડપતિ. જ્યારે લોટરી આયોજકોએ મોહમ્મદ કુન્હી મય્યાલાને કોલ કરી જણાવ્યુ કે તમને લાટરી લાગી છે થોડીવાર માટે તો તેને વિશ્વાસ ન બેઠો. તેને થયુ કે કોઈ તેની સાથે મજાક કરી રહ્યુ છે. આ તેમની જીંદગીનો સૌથી યાદગાર દિવસ હતો.

મોહમ્મદ કુન્હીએ જણાવ્યુ કે આટલા પૈસા એક સાથે તેણે કદી જોયા પણ ન હતા. તે આ રકમનો કેટલોક હિસ્સો તેના મિત્રને આપશે જેની કિડની ખરાબ થઈ ચુકી છે. બાકીના પૈસા કેરળમાં તેના ઘરનું સમારકામ કરાવશે બાકીના પૈસાથી તે પોતાનો વેપાર ધંધો શરૂ કરશે.