rs 15 lakh looted by putting chilli-in-the-eyes at surat
  • Home
  • Gujarat
  • સુરત: નાના-પૌત્રની આંખમાં મરચાની ભૂકી નાંખી રૂ. 15 લાખની લૂંટ

સુરત: નાના-પૌત્રની આંખમાં મરચાની ભૂકી નાંખી રૂ. 15 લાખની લૂંટ

 | 5:13 pm IST
  • Share

  • સુરતમાં પોલીસ પેટ્રોલિંગ પર ઉઠી રહ્યાં છે સવાલ
  • મોપેડ પર આવેલા 3 બદમાશોએ ગુનાને આપ્યો અંજામ
  • લૂંટ પાછળ કોઈ જાણભેદુ હોવાની આશંકા

શહેરના સિટીલાઇટ ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા અને FY.BComમાં અભ્યાસ કરતા 18 વર્ષીય યશ જેઠાનંદ અબુરાની તેના નાના સાથે ડ્રેસ મટીરિયલ્સની દુકાનમાં મદદ કરે છે. શુકવારે રાત્રે દુકાન બંધ કરી યશ નાના સાથે વેગનઆર કારમાં ઘરે આવવા નીકળ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં સિટીલાઇટ તિર્થ સ્ટુડિયોની સામે 3 લૂંટારૂઓએ મોપેડ પર આવી કારને આંતરી હતી. 3 પૈકી એક બદમાશે યશની આંખમાં મરચાંની ભૂકી નાખી ઝપાઝપી કરી હતી. જયારે બીજા સાગરિતે નાનાજીનો દરવાજો ખોલી તેમની આંખમાં પણ મરચાની ભૂકી નાખી દીધી હતી. જયારે ત્રીજા લૂંટારૂએ પાછળનો દરવાજો ખોલી બે બેગોમાં જેમાં એક બેગમાં 25 હજારની ધંધાના વકરાની રોકડ અને બીજી બેગમાં 15 લાખની રોકડ હતી. આમ કુલ 15.25 લાખની રોકડની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

આ સમગ્ર મામલે ઉમરા પોલીસે યશ આબુરાનીની ફરિયાદના આધારે લૂંટનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે CCTV ફૂટેજના આધારે ગુનેગારોનું પગેરુ શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસનું અનુમાન છે કે, આ રોકડ વિશે કોઈ જાણભેદુએ ટીપ આપી હોવાની આશંકા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો