Rs 2.82 lakh crore sinks in these seven companies in Corona Virus Effect
  • Home
  • Business
  • Corona Effect: કોરોનાનાં કહેરમાં આ 7 કંપનીઓના 2.82 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

Corona Effect: કોરોનાનાં કહેરમાં આ 7 કંપનીઓના 2.82 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા

 | 7:45 pm IST

સેન્સેક્સની ટોપ-10 કંપનીઓમાંથી સાતના માર્કેટ કેપમાં ગત અઠવાડિયે 2,82,548.07 કરોડ રૂપિયાનું પતન થયું. સૌથી વધારે નુક્સાન ટાટા કંસલ્ટેંસી સર્વિસેઝ (TCS), HDFC બેન્ક અને કોટક મહિન્દ્રાનુ થયું.

ખરેખર કોરોના વાયરસનો માર દુનિયાભરના બજારો પર પડ્યો છે. ગત અઠવાડિયે બીએસઇ સેન્સેક્સ 2,224.64 અંક એટલે કે 7.46 ટકા તૂટી ગયો. આ દરમિયાન ટીસીએસનું માર્કેટ કેપિટલાઈઝેશન 61,614.15 કરોડ રૂપિયા ઘટી 6,20,794.53 કરોડ રૂપિયા થઇ ગયું.

ચોપ-10ની લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પ્રથમ સ્થાન પર યથાવન છે. તેના પછી ટીસીએસ, હિંદુસ્તાન યૂનિલિવર, એચડીએફસી બેન્ક, એચડીએફસી, ઇન્ફોસિસ, ભારતી એરટેલ, આઇટીસી, કોટક મહિન્દ્રા બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કનું સ્થાન રહ્યું.

HDFC બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન 50,199.49 કરોડ રૂપિયાના ઘટી 4,46,065.35 કરોડ રૂપિયા પર આવી ગયું, આમ જ કોટક મહિન્દ્રા બેન્કનું માર્કેટ કેપિટલાઈઝેશન 49,332.07 કરોડ રૂપિયા ઘટી 2,18,021.18 કરોડ રૂપિયા રહી ગયું.

એચડીએફસીનું માર્કેટ કેપિટલાઈઝેશન 44,102.26 કરોડ રૂપિયા ઘટી 2,59,703.22 કરોડ રૂપિયા અને ICICI બેન્કનું 34,691.74 કરોડ રૂપિયા ઘટી 1,85,436.82 કરોડ રૂપિયા પર આવી ગયું.

ઇંફોસિસિના માર્કેટ કેપમાં 28,996.74 કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને આ 2,49,342.72 કરોડ રૂપિયા પર આવી ગયું. ભારતી એરટેલની બજાર હેસિયત 13,611.62 કરોડ રૂપિયા ઘટી 2,31,288.35 કરોડ રૂપિયા રહી ગઇ.

ત્યાં જ ITCનું માર્કેટ કેપિટલાઈઝેશન 18,315.42 કરોડ રૂપિયા વધીને 2,18,555.87 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. આમ જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ કૈપ 8,050.87 કરોડ રૂપિયા વધી 6,83,499.82 કરોડ રૂપિયા પર પહોંચી ગયું. હિંદુસ્તાન યૂનિલીવરનું માર્કેટ કૈપ 2,873.37 કરોડ રૂપિયાની વૃદ્ધિ સાથે 4,66,210.02 કરોડ રૂપિયા રહ્યું.

આ વીડિયો પણ જુઓ : રાજકોટ પોલીસ લોકઅપનો ટિકટોક વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન