કોરોના મહામારીથી ખસ્તાહાલ ઓટો સેક્ટરને રૂ.25,938 કરોડની સંજીવની - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • કોરોના મહામારીથી ખસ્તાહાલ ઓટો સેક્ટરને રૂ.25,938 કરોડની સંજીવની

કોરોના મહામારીથી ખસ્તાહાલ ઓટો સેક્ટરને રૂ.25,938 કરોડની સંજીવની

 | 8:00 am IST
  • Share

કેન્દ્ર સરકારે બુધવારે ઓટોમોબાઇલ્સ અને ઓટો કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રી માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમને મંજૂરી આપી હતી. કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, આ સ્કીમ હેઠળ ઓટોમોબાઇલ સેક્ટરને રૃપિયા ૨૫,૯૩૮ કરોડની ફાળવણી કરાશે. ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી દેશના મેન્યુફેક્ચરિંગ જીડીપીમાં ૩૫ ટકાનું યોગદાન આપે છે. નોકરી સર્જનમાં ઓટોમોબાઇલ સેક્ટર અગ્રણી છે. જો આપણે વૈશ્વિક ઓટોમોટિવ વેપારનો હિસ્સો બનવા માગીએ છીએ તો આપણે ભારતની ભાગીદારી વધારવી પડશે. ઠાકુરે જણાવ્યું હતું કે, આગામી પાંચ વર્ષમાં ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનન્ટ ઇન્ડસ્ટ્રીમાં પીએલઆઇ સ્કીમના કારણે રૃપિયા ૪૨,૫૦૦ કરોડ કરતાં વધુનું મૂડીરોકાણ આવશે. ઓટોમોબાઇલ સેક્ટરનું ઉત્પાદન રૃપિયા ૨.૩ લાખ કરોડને પાર કરી જશે અને સેક્ટરમાં ૭.૫ લાખ નોકરીની તકો સર્જાશે. ભારતમાં એડવાન્સ્ડ ઓટોમોટિવ ટેકનોલોજીની ચેઇન તૈયાર કરી શકાશે.

ઓટોમોબાઇલ પીએલઆઇ સ્કીમ પર એક નજર

દ્ય ઓટોમોબાઇલ અને ઓટો કોમ્પોનન્ટ સેક્ટર માટે રૃપિયા ૨૫,૯૩૮ની ફાળવણી દ્ય પાંચ વર્ષમાં અગ્રણી ઓટો કંપનીઓએ રૃ. ૨,૦૦૦ કરોડનું નવું રોકાણ કરવાનું રહેશે દ્ય  ૨-ઉ શ્ ૩-ઉ સ્તરની કંપનીઓએ પાંચ વર્ષમાં રૃ. ૧૦૦૦ કરોડનું નવું રોકાણ કરવું પડશે દ્ય ઓટોમોબાઇલ કોમ્પોનન્ટ ઉત્પાદક કંપનીઓએ રૃપિયા ૫૦૦ કરોડનું રોકાણ કરવું પડશે દ્ય ટાયર વન કંપનીઓ ઓટો પીએલઆઇ સ્કીમ માટે ક્વોલિફાય ગણાશે દ્ય રૃ. ૧૦૦૦ કરોડની નેટ વર્થ ધરાવતા નવા નોન ઓટોમોટિવ ઇન્વેસ્ટરો ક્વોલિફાય થશે દ્ય પાંચ વર્ષમાં રૃપિયા ૧૦,૦૦૦ કરોડથી વધુના ટર્ન ઓવર માટે વધારાના બે ટકાના લાભ અપાશે દ્ય ઓટો પીએલઆઇ સ્કીમ અંતર્ગત ૮ થી ૧૩ ટકાના લાભ અપાશે દ્ય ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજન ફ્યૂઅલ સેલ વ્હિકલ્સ માટે પાંચ ટકા વધારાના લાભ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન