rs-279-plan-gets-unlimited-calling-for-84-days-launches-vodafones
  • Home
  • Featured
  • Vodafoneનું નવુ રિચાર્જ પેક, મળશે 279માં અનલિમિટેડ કોલ

Vodafoneનું નવુ રિચાર્જ પેક, મળશે 279માં અનલિમિટેડ કોલ

 | 4:39 pm IST

ટેલિકોમ ઓપરેટર વોડાફોને પાતાના પ્રીપેડ યૂઝર્સમાટે એક નવો પ્લાન રોલ આઉટ કર્યો છે. વોડાફોનનો નવો 279 વાળો પ્લાન નવા પેકમાં ગ્રાહકોને લગભગ 3 મહીનાની વેલિડીટી મળે છે. આ પેકમાં અનલિમિટેડ લોકલ અને એસટીડી કોલની સુવિધા મળી રહી છે. તો 100 એસએમએસ પણ રોજના મળે છે. નવા પ્લાનની વેલિડિટી 84 દિવસ છે જેમાં કુલ 4 GB ડેટા મળે છે.

આપને જણાવી દઈએ કે વોડાફોન પાસે પહેલા 84 દિવસની વેલિડિટી વાળો લોન્ગટર્મ પ્લાન્સ મળે છે. આ પ્લાનની શરૂઆતની કિંમત 399 રૂપિયા છે. 279 વાળા પ્લાનમાં 3 મહીનાની વેલિડિટી સાથે એ યૂઝર્સને ધ્યાનમાં રાખીને આ પ્લાન બનાવાયો છે જે ડેટાનો ઓછો ઉપયોગ કરે છે અને વોયસ કોલનો વધારે ઉપયોગ કરે છે.

હાલમાં જ વોડાફોનનો 99નો પ્લાન અને 109નો પ્રીપેડ પ્લાન લૉન્ચ કરવામાં આવ્યો છે. નવા પેકની વેલિડિટી 28 દિવસ છે અને અનલિમિટેડ કોલિંગ સાથે આવે છે. 99નો પ્લાન વોડાફોન પેકમાં યૂઝર્સને કંપની ઓફર નહી કરી રહી. તો 109 વાળો પ્લાનમાં 1 GB 3-G/4-G ડેટા આપશે.

99 રૂપિયાવાળા વોડાફોનના પ્લાનની ટક્કર 99 વાળા એરટેલના પ્લાનમાં થશે. એરટેલે 99ના પેકમાં અનલિમિટેડ લોકલ કોલ અને નેશનલ રોમિંગ, 100 એસએમએસ તેમજ 1 GB ડેટા મળશે. જો કે આ પ્લાનની વેલિડિટી 10 દિવલ છે. તો બીએસએનએલ પાસે 99 વાળો પ્લાન છે જેની વેલિડિટી 26 દિવસ છે. જો કે આ પેકમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે.