rs 4 crore fraud with sony dealer in junagadh
  • Home
  • Gujarat
  • જૂનાગઢ: ધૂમ બાબા ધૂમ બુખારી નામના તાંત્રિકે સોની પાસેથી ખંખેર્યા રૂપિયા 4 કરોડ

જૂનાગઢ: ધૂમ બાબા ધૂમ બુખારી નામના તાંત્રિકે સોની પાસેથી ખંખેર્યા રૂપિયા 4 કરોડ

 | 6:51 pm IST

જૂનાગઢના સોની વેપારી સાથે 4 કરોડથી વધુની છેતરપીંડીની ઘટના સામે આવી છે. વેપારી પાસેથી ઠગ ટોળકીએ તાંત્રિક વિધિના બહાને આ રકમ પડાવી લીધી હતી.

વેપારીએ રૂ. પોણા દસ લાખ લેવા જતા રૂ. 4 કરોડ ગુમાવ્યા તેવો ઘાટ સર્જાયો છે. ધૂમ બાબા ધૂમ બુખારી નામના તાંત્રિકે આ વિધિના બહાને છેતરપીંડી કરી હોવાનું સામે આવ્યું છે. જેની સામે સોની વેપારીએ ફરિયાદ નોધાવતા પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન