RSS Chief Mohan Bhagwat Gave Advice During Republic Day Speech
  • Home
  • Featured
  • RSS પ્રમુખ મોહન ભાગવતે CAA વિરોધીઓને આપી શિખામણ, જાણો શું કહ્યું

RSS પ્રમુખ મોહન ભાગવતે CAA વિરોધીઓને આપી શિખામણ, જાણો શું કહ્યું

 | 4:00 pm IST
  • Share

રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘનાં પ્રમુખ ભાગવતે કહ્યું છે કે ભારતનાં સંવિધાને દેશનાં દરેક નાગરિકને રાજા બનાવ્યો છે. આ રાજા પાસે અધિકાર છે, પરંતુ અધિકારોની સાથે સૌના માટે પોતાના કર્તવ્ય અને અનુશાસનનું પણ પાલન કરવું જોઇએ. મોહન ભાગવત યૂપીનાં ગોરખપુર સ્થિત સરસ્વતી શિશુ મંદિર વરિષ્ઠ માધ્યમિક વિદ્યાલયમાં આયોજિત ગણતંત્ર દિવસ કાર્યક્રમમાં શામેલ થયા. અહીં તેમણે તિંરગો ફરકાયો. આ કાર્યક્રમમાં મોહન ભાગવતે ભાષણ આપ્યું.

દેશનો દરેક નાગરિક રાજા

તેમણે કહ્યું કે, “સંવિધાને દેશનાં દરેક નાગરિકને રાજા બનાવ્યો છે. રાજાની પાસે અધિકાર છે, પરંતુ અધિકારોની સાથે બધા પોતાના કર્તવ્ય અને અનુશાસનનું પણ પાલન કરે, ત્યારે દેશને સ્વતંત્ર કરાવનારા ક્રાંતિકારીઓનાં સપનાને અનુરૂપ ભારતનું નિર્માણ થશે.” તેમણે કહ્યું કે આ ક્ષણથી જ એવા ભારતનું નિર્માણ થશે જે દુનિયા અને માનવતાની ભલાઈને સમર્પિત થશે. સંઘ પ્રુખમ ભાગવતે કહ્યું કે, “સમર્થ, વૈભવશાળી અને પરોપકારી ભારતનાં નિર્માણને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક દિવસ મનાવવામાં આવે છે. કર્તવ્ય બુંદ્ધિથી કરવામાં આવેલું કાર્ય જ આ લક્ષ્યને પ્રાપ્ત કરશે. દેશ અને વિશ્વ શાંતિનાં માર્ગ પર આગળ વધશે.”

સમાજનાં નીચેનાં વર્ગનાં લોકોને મુખ્યધારામાં લાવવા પર ભાર મુક્યો

સંઘ પ્રમુખે સમાજનાં નીચેનાં ક્રમ પર રહેલા લોકોને મુખ્યધારામાં લાવવા પર ભાર આપ્યો અને કહ્યું કે RSS પોતાનાઓ માટે જીવે છે અને સમાજમાં સૌથી નીચેનાં ક્રમમાં ઉભેલા લોકો જ તેના પોતાના છે.” તેમણે કહ્યું કે, “રાવણ પણ જ્ઞાનવાન હતો, પરતું તેના વિચારવાની દિશા ખોટી હતી અને એક રાષ્ટ્રનો વિનાશ થઈ ગયો. આ કારણે વિદ્યાનો ઉપયોગ જ્ઞાન આપવામાં કરો અને ધનનો ઉપયોગ સેવામાં કરો.”

બળનો ઉપયોગ દૂર્બળોની રક્ષામાં થાય

સંઘ પ્રમુખે ઘણી મહેનત કરીને સમૃદ્ધિ મેળવવાને યોગ્ય ગણાવ્યું અને કહ્યું કે ભારત ‘વસુધૈવ કુટુમ્બકમ’નાં ભાવને આદિકાળથી લઇને ચાલી રહ્યું છે, આ કારણે આનો ઉપયોગ સંસારનાં તમામ જરૂરિયાતમંદોનાં હિતમાં કરવામાં આવવો જોઇએ. આ દરમિયાન તેમણે વેભવશાળી, સમર્થ અને પરોપકારી ભારતનું આહ્વાન કર્યું છે.

આ વિડીયો પણ જુઓ: 71મા ગણતંત્ર દિવસની દેશભરમાં ઉજવણી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો