RSS Chief Mohan Bhagwat in Somnath
  • Home
  • Gujarat
  • ગુજરાતની ધરતી પરથી RSS અધ્યક્ષ મોહન ભાગવતે કરી માર્મિક ટકોર

ગુજરાતની ધરતી પરથી RSS અધ્યક્ષ મોહન ભાગવતે કરી માર્મિક ટકોર

 | 3:43 pm IST

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની ગુજરાતના સોમનાથમાં મહત્વપૂર્ણ બેઠક મળી છે. સોમનાથમાં આરએસએસની અખિલ ભારતીય બેઠકનો ગુરૂવારથી પ્રારંભ થઇ રહ્યો છે. આ બેઠકમાં ભાગ લેવા આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સોમનાથ આવી પહોંચ્યા છે.

સોમનાથમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કારોબારીની બેઠક તારીખ 12 થી 18 દરમિયાન ચલાશે. આ બેઠકના પગલે સોમનાથ અને તેની આસપાસનો વિસ્તાર અભેદ્ય કિલ્લામાં ફેરવાયો છે.

સોમનાથ આવેલા મોહન ભાગવત રાજકોટ એરપોર્ટ ઉતર્યા ત્યારે તેમણે એક નિવેદન કર્યું હતું. ભાગવતે મજાક મજાકમાં માર્મિક ટકોર કરી હતી.

ગુજરાતની ધરતી પરથી મોહન ભગાવતે મીડિયા સાથે અનૌપચારિક વાત કરતા કહ્યું હતું કે, હું બોલીશ તો મારી નોકરી જતી રહેશે.

સંઘ સુપ્રીમોની આ ટકોર કોના માટે તેવો સવાલ લોકોને થઈ રહ્યો છે.

સોમનાથમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય કારોબારીની બેઠક તારીખ 12 થી 18 દરમિયાન ચલાશે. આ બેઠકના પગલે સોમનાથ અને તેની આસપાસનો વિસ્તાર અભેદ્ય કિલ્લામાં ફેરવાયો છે.