rss chief mohan bhagwat said do not have to convert anyone but teach how to live
  • Home
  • India
  • RSS પ્રમુખે ભારતને આપ્યો વિશ્વગુરુ બનવાનો મંત્ર, કહ્યું…

RSS પ્રમુખે ભારતને આપ્યો વિશ્વગુરુ બનવાનો મંત્ર, કહ્યું…

 | 12:59 pm IST
  • Share

  • RSS પ્રમુખે ભારતને આપ્યો વિશ્વગુરુ બનવાનો મંત્ર

  • હંમેશા સત્યની જીત થાય છે, અસત્ય ક્યારેય જીતતું નથીઃ ભાગવત

  • દરેક વ્યક્તિની ભાવનાત્મક એકતા કેળવાય તે જરૂરીઃ મોહન ભાગવત

 

RSSના પ્રમુખ મોહન ભાગવતે શુક્રવારે છત્તીસગઢમાં એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતને વિશ્વગુરુ બનાવવું જોઈએ. ભાગવતે કહ્યું કે અમે કોઈ ધર્મનું પરિવર્તન કરવા ઈચ્છતા નથી પણ જીવવાનું શીખવાનું છે. અમે આખી દુનિયાને પાઠ ભણાવવા માટે ભારતની ભૂમિમાં જન્મ લીધો છે. અમારા સંપ્રદાય કોઈની પૂજા પ્રણાલીને બદલ્યા વિના એક સારા વ્યક્તિ બનાવવાનો છે. તેઓએ કહ્યું કે સત્યમેવ જયતે નાનૃતમ, તેઓએ કહ્યું કે હંમેશા સત્યની જીત થાય છે, અસત્ય ક્યારેય જીતતું નથી, જૂઠાણું કેટલું પણ કોશિશ કરો પણ અસત્ય ક્યારેય જીતી શકતું નથી.

 

શું કહ્યું ભાગવતે?

આરએસએસ પ્રમુખ ભાગવતે કહ્યું કે અમારો સંપ્રદાય કોઈની પૂજા પ્રણાલીને બદલ્યા વિના તેને એક સારો વ્યક્તિ બનાવવા ઈચ્છે છે. અમે વિશ્વગુરુ ભારતના નિર્માણને માટે સાથે મળીને ચાલીશું. આપણે લોકોને આપણા પૂર્વજોના તરફથી આપવામાં આવેલા ઉપદેશોનું સ્મરણ કરવાનું છે. આપણામાં ભાવનાત્મક એકતા આવવી જોઈએ. આપણો અવાજ અલગ અલગ હોઈ શકે છે, રૂપ અલગ અલગ હોઈ શકે છે પણ સુર એક હોવો જોઈએ. આપણા સૌનો મૂળ એક જ આધાર પણ ટકેલો છે.

અહીં વિવિધતામાં એકતા છે અને એકતામાં વિવિધતા છેઃ ભાગવત

ભાગવતે કહ્યું કે અહીં વિવિધતામાં એકતા છે અને એકતામાં વિવિધતા છે. ભારતે ક્યારેય પણ કોઈ પણ દેશનું ખરાબ ઇચ્છ્યું નથી. અમારા પૂર્વજ અહીંથી આખી દુનિયામાં ગયા અને દરેક દેશમાં પોતાનો ધર્મ આપ્યો. આપણે આપણા ધર્મના બળે કોઈને બદલ્યા નથી. જે જેની પાસે હતું તેને તેની પાસે જ રાખ્યું છે. આપણે દુનિયાને જ્ઞાન, વિજ્ઞાન, ગણિત અને આયુર્વેદ આપ્યું અને તેને સભ્યતા શીખવી. આ સાથે આરએસએસ સાથે જોડાયેલા ભારતીય ખેડૂત સંઘે શુક્રવારે પીએમ મોદીના 3 કૃષિ કાયદાને પરત લેવાના નિર્ણયને માન્ય રાખ્યો છે. આ સાથે કહ્યું કે આ બિનજરૂરી વિવાદ અને સંઘર્ષથી બચવા માટે યોગ્ય પ્રતીત થાય છે. બીકેએસે ખેડૂત નેતા પર નિશાન સાધતા કહ્યું કે તેમનો વિરોધ ચાલુ રાખવાનો નિર્ણય નાના ખેડૂતોને માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો