પ્રણવ મુખર્જીને દીકરીની સલાહ, ભૂલી જશે ભાષણ, ફોટો હંમેશા રહેશે - Sandesh
  • Home
  • Featured
  • પ્રણવ મુખર્જીને દીકરીની સલાહ, ભૂલી જશે ભાષણ, ફોટો હંમેશા રહેશે

પ્રણવ મુખર્જીને દીકરીની સલાહ, ભૂલી જશે ભાષણ, ફોટો હંમેશા રહેશે

 | 11:04 pm IST

કૉંગ્રેસ સહિત કેટલાંય વિપક્ષી દળોના નેતાઓની તરફથી નારાજગી વ્યક્ત કરવા છતાંય પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ના કાર્યક્રમમાં સામેલ થવા માટે બુધવારના રોજ નાગપુર પહોંચી ગયા. તેઓ ગુરૂવારના રોજ આરએસએસના એ કાર્યકર્તાઓને સંબોધિત કરશે, જેમણે સંઘના શૈક્ષણિક પાઠ્યક્રમનું તૃતીય શિક્ષા વર્ગ પાસ કર્યું છે. આ ટ્રેનિંગ પાસ કરનાર આગળ જતા પૂર્ણકાલિક પ્રચારક બને છે. પ્રણવના આ કાર્યક્રમમાં સામેલ થવાના આમંત્રણનો સ્વીકાર કર્યા બાદથી ચર્ચા છેડાઇ હતી. આ નિર્ણયથી કૉંગ્રેસ પાર્ટી માટે અસહજ સ્થિતિ ઉભી થઇ છે. એવામાં હવે સૌની નજર ગુરૂવારના કાર્યક્રમ પર ટકેલી છે કે આખરે પ્રણવ મુખર્જી RSS કેડરમાં શું કહે છે?

આપને જણાવી દઇએ કે બે દિવસ સુધી પૂર્વ રાષ્ટ્રપતિ રાજભવનમાં રોકાશે. ગુરૂવારના રોજ કાર્યક્રમ સાંજે 6.30 વાગ્યે શરૂ થશે. તેઓ રાષ્ટ્રવાદ પર વ્યાખ્યાન આપશે. આની પહેલાં કૉંગ્રેસ અને લેફ્ટના નેતાઓએ પ્રણવ મુખર્જીને અનુરોધ કર્યો હતો કે તેઓ વૈચારિક મતભેદ હોવાના લીધે કાર્યક્રમમાં સામેલ ના થાય.

દીકરીએ આપી સલાહ
પ્રણવ મુખર્જીની દીકરી અને કૉંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પિતાને સલાહ આપી છે. તેમણે બુધવારના રોજ મોડી સાંજે ટ્વીટ કરીને કહ્યું કે નાગપુર જઇને તમે BJP/RSSને જુઠ્ઠી વાર્તા બનાવાની ખુલી છૂટ આપી રહ્યાં છો. આજની જેવી જ અફવા અને તેને એવી રીતે રજૂ કરી રહ્યા છે જેમકે ખૂબ વિશ્વસનીય હોય. આ તો હજુ શરૂઆત છે. જો કે વાત એમ છે કે કેટલાંક રિપોર્ટમાં કહ્યું હતું કે શર્મિષ્ઠા મુખર્જી ભાજપમાં સામેલ થવા જઇ રહ્યાં છે.

જો કે શર્મિષ્ઠાએ ખુદ તેનું ખંડન કરતાં આશા વ્યક્ત કરી હતી કે પિતાને હવે અહેસાસ થશે કે ભાજપનો ‘ડર્ટી ડિપાર્ટમેન્ટ’ કેવી રીતે કામ કરે છે. શર્મિષ્ઠાએ કહ્યું કે તમારા ભાષણને ભૂલાવી દેવામાં આવશે, બસ તસવીરો યાદ રહેશે અને તેને નકલી નિવેદનો સાથે ફેલાવાશે.

બીજીબાજુ આરએસએસના સરકાર્યવાહ મનમોહન વૈદ્યય એ પ્રણવ દાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. એક અખબારમાં લખેલા પોતાના લેખમાં તેમણે કહ્યું કે નાગપુરમાં સ્વાગત છે પ્રણવ દા. તેમણે લખ્યું કે મુખર્જી ઇવેન્ટમાં સામેલ થવાના છે તેને લઇ કૉંગ્રેસ પરેશાન છે પરંતુ આરએસએસ કેડરની વચ્ચે કૉંગ્રેસ લાંબા સમય સુધી જોડાયેલા નેતાઓને આમંત્રિત કરવામાં અમને કોઇ મુશ્કેલી નથી.

પશ્ચિમ બંગાળના કૉંગ્રેસ ચીફ અધીક ચૌધરીએ મુખર્જીના નિર્ણય પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું કે મારો પ્રશ્ન એ છે કે શું તેઓ (મુખર્જી)માને છે કે આરએસએસની વિરૂદ્ધ પહેલાં આપવામાં આવેલ તેમનું નિવેદન ખોટું હતું…અમને આજે પણ યાદ છે કે કેવી રીતે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તરીકે પ્રણવ મુખર્જીને આરએસએસની નિંદા કરતાં તેમને સાંપ્રદાયિક અને વિભાજનકારી સંગઠન કહેતા હતા. તમામ આલોચનાઓ છતાંય પ્રણવ દા એ એક બાંગ્લા અખબારમાં માત્ર એટલું કહ્યું કે પોતાના નિર્ણયને લઇ મને જે પણ કહેવું છે નાગપુરમાં કહીશ.

શું કહેશે પ્રણવ દા?
મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં શું કહેશે. આ અંગે સ્પષ્ટ રીતે કંઇ પણ કહી શકાય નહીં પરંતુ રાષ્ટ્રપતિ તરીકે છેલ્લે દિવસે તેમના દ્વારા આપવામાં આવેલા ભાષણમાંથી એક સંકેત મળે છે કે આરએસએસ પ્રચારકોને શું સાંભળવા મળી શકે છે. આપને જણાવી દઇએ કે 2017મા મુખર્જીએ હિંસાની વધતી ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે કેવી રીતે અવિશ્વાસ જ હિંસાનું મૂળ કારણ બની રહ્યું છે.

2012મા શપથ ગ્રહણના સમયે તેમણે વિવિધતા અને સહિષ્ણુતાની વાત કરી હતી. બંને સંબોધનોમાં તેમણે શિક્ષા પર બોલ્યા હતા. 2012માં તેમણે એ ફેકટર્સ પર જોર આપ્યું હતું કે જે આધુનિક દેશ માટે જરૂરી છે. – જેમકે લોકતંત્ર, ધર્મનિરપેક્ષતા અને સમાનતા. તેમણે કહ્યું હતું કે અસલી વિકાસ એ છે જયારે સૌથી ગરીબ વ્યક્તિને મહેસૂસ થાય કે તેઓ ઉભરતા ભારતનો હિસ્સો છે.

ઉલ્લેખનીય છે કે મુખર્જી હિન્દુત્વની વિચારધારા અને સાંપ્રદાયિકતાના આરોપોના લીધે આરએસએસના મોટા આલોચક રહ્યા છે. એવામાં હવે તેમનું અહીં જવું દિલચસ્પ હશે કે જ્યારે તેઓ આરએસએસના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સામેલ થશે તો તેમનું ભાષણ શું હોય છે.

રાજકીય વર્ગનો એક હિસ્સો કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાઇ રહેલા પ્રણવ મુખર્જી આરએસએસના કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે સામેલ થવાથી ખુશ નથી. તેમનું માનવું છે કે તેનાથી સંઘની કટ્ટર હિન્દુત્વની વિચારધારાને માન્યતા મળશે. બીજીબાજુ એક બીજા વર્ગનું કહેવું છે કે રાજકીય વિરોધની વચ્ચે આવું જોડાણ લોકતંત્ર માટે જરૂરી છે. કારણ કે આમ નહીં થવા પર કેટલીય વખત રાષ્ટ્રહિતને નુકસાન પહોંચે છે.