RSS magazine Panchjanya objection over Sanju movie
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘સંજુ’ ફિલ્મ જોઈને ભડક્યુ RSS, ફિલ્મને બતાવ્યું PR કેમ્પેઈન

‘સંજુ’ ફિલ્મ જોઈને ભડક્યુ RSS, ફિલ્મને બતાવ્યું PR કેમ્પેઈન

 | 6:56 pm IST

સંજય દત્તની જિંદગી પર બનેલી ફિલ્મ સંજુ પર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ)ના મુખપત્ર પાંચજન્યમાં સવાલ ઉઠાવવામાં આવ્યા છે. તેમાં લખાયું છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ હવે માફિયા અને અંડરવર્લ્ડને મહિમામંડિત કરતી ફિલ્મો કેમ બનાવી રહી છે.

પાંચજન્યએ પોતાની કવર સ્ટોરીને ‘કિરદાર દાગદાર’ એવું ટાઈટલ આપ્યું છે. જેમાં લખ્યું છે કે, સંજુ ફિલ્મ બનાવવા પાછળ રાજકુમાર હિરાનીનો હેતુ શું સંજય દત્તની છબીમાં ચાર ચાંદ લગાવવું છે, અથવા બોક્સ ઓફિસ પર રૂપિયા એકઠા કરવાનુ છે. અથવા તેમણે સંજય દત્તની જિંદગી એવી લાગે છે કે, જેમાં યુવાઓને બહુ જ કંઈક શીખવા મળે છે. મુંબઈનો ફિલ્મ ઉદ્યોગ માફિયા અને અંડરવર્લ્ડને મહિમામંડિત કરનારી ફિલ્મ કેમ બનાવી રહ્યું છે. તે સંજય દત્તની છે, જેમના 1993માં મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ સાથે સાંઠગાંઠ હતી, જેના માટે તેમને જેલની સજા પણ મળી ચૂકી છે.

પાંચજન્યમાં સવાલ કરાયો છે કે, શું સંજય દત્તની જિંદગી એક બાયોપિક છે? તેમાં પૂછવામાં આવ્યું છે કે, શું આ ફિલ્મ કોઈના દાગદાર દામને સાફ-સુધરુ બનાવવા માટે કરોડો રૂપિયા વેડફીને ચલાવવામાં આવેલુ પીઆર અભિયાન છે?

સંજય દત્તને દરેક એન્ગલથી નિર્દોષ બતાવવા પર અનેક લોકો પહેલેથી જ સવાલો ઉઠાવી ચૂક્યા છે, બીજી તરફ સંજય દત્તની બહેન નમ્રતાને સંજુનુ પાત્ર પસંદ નથી આવ્યું. એક ઈન્ટરવ્યૂમાં નમ્રતા ભાઈ સંજયની રીલ અને રિયલ લાઈફ સાથે જોડાયેલા અનેક કિસ્સાઓ પ્રકાશમાં લઈ આવી હતી. તેણે જણાવ્યું કે, મેં ફિલ્મ જોઈ, આ ફિલ્મમાં સંજયની જિંદગીના અનેક ભાગ છે, આ હિસ્સાઓમાં પરિવાર સાથે ઊંડું કનેક્શન છે.

નમ્રતાને સંજુ ફિલ્મમાં સુનીલ દત્તનો રોલ જરા પણ પસંદ ન આવ્યો. તેનુ કહેવું છે કે, તેના પિતાનું પાત્ર કોઈ ભજવી શક્તુ નથી. તે મારા માટે અને અમારા પરિવાર માટે બહુ જ ખાસ છે.