RSS says homosexuality not a crime, but same-sex marriages 'unnatural'
  • Home
  • India
  • RSSએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આપ્યો પ્રત્યાઘાત, ‘સમલિંગી લગ્નો કુદરત વિરુદ્ધ’

RSSએ સુપ્રીમ કોર્ટના ચુકાદા પર આપ્યો પ્રત્યાઘાત, ‘સમલિંગી લગ્નો કુદરત વિરુદ્ધ’

 | 1:04 am IST

આઇપીસીની ધારા ૩૭૭ પરના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પ્રત્યાઘાત આપતાં આરએસએસએ જણાવ્યું હતું કે, સજાતીયતા અપરાધ નથી. સંઘના પ્રચાર પ્રમુખ અરુણ કુમારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના ચુકાદાની જેમ અમે પણ સજાતીયતાને અપરાધ ગણતા નથી. જોકે અમે સમલિંગી લગ્નોની તરફેણમાં નથી. સંઘનું પહેલેથી વલણ રહ્યું છે કે, અમે ગે મેરેજ અને સમલિંગી રિલેશનશિપને કુદરત વિરુદ્ધનું કૃત્ય ગણીએ છીએ.

સુપ્રીમનો ચુકાદો આવ્યા પછી હતાશા વ્યક્ત કરતાં ભાજપના સાંસદ સુબ્રમણિયમ સ્વામીએ જણાવ્યું હતું કે, સજાતીયતાને કારણે  એચઆઇવી અને એઇડ્સ જેવા રોગોનો ફેલાવો વધશે. સજાતીયતા જિનેટિક ડિસઓર્ડર છે.

સહિષ્ણુ અને મુક્ત સમાજની દિશામાં મહત્ત્વનું પગલું : કોંગ્રેસ

કોંગ્રેસના પ્રવક્તા સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, સુપ્રીમનો ચુકાદો ઐતિહાસિક છે. સદી જૂનો સંસ્થાનવાદી કાયદો આધુનિક ભારતમાં કલંક સમાન હતો. સુપ્રીમના ચુકાદાએ મૂળભૂત અધિકારને પુનઃસ્થાપિત કર્યાં છે. મુક્ત અને સહિષ્ણુ સમાજની દિશામાં આ મહત્ત્વનું પગલું છે.