RTI petition of Amit shah 'safety'
  • Home
  • Featured
  • અમિત શાહની સુરક્ષા પાછળ કેટલો ખર્ચ થાય છે? RTIમાં મળ્યો આ જવાબ

અમિત શાહની સુરક્ષા પાછળ કેટલો ખર્ચ થાય છે? RTIમાં મળ્યો આ જવાબ

 | 8:37 am IST

કેન્દ્રીય સૂચના આયોગ (સીઆઇસી)એ કહ્યું છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહની સુરક્ષાને લઇ થતા ખર્ચ અંગે માહિતી આપી શકાય નહીં. તેના માટે આયોગે આરટીઆઇ કાયદાનો ‘ખાનગી માહિતી’ અને ‘સુરક્ષા’ સંબંધી છૂટવાળી જોગવાઇનો હવાલો આપ્યો. આયોગે અરજીકર્તાની અપીલને રદ્દ કરી દીધી છે, કારણ કે કોઇ વ્યક્તિની સુરક્ષા આપવા સંબંધિત નિયમો અંગે પૂછયું હતું.

દીપક જુનેજા નામની વ્યક્તિએ પાંચ જુલાઇ 2014ના રોજ અરજી કરી હતી તે સમયે શાહ રાજ્યસભાના સભ્ય નહોતા. તેમણે એ લોકોની યાદી માંગી હતી જેને સરકારે સુરક્ષા પ્રદાન કરી રાખી છે.

આ અરજીના જવાબમાં ગૃહ મંત્રાલયે કલમ 8 (1) (જી)ના હવાલે માહિતી આપવાની ના પાડી દીધી, જે કોઇ વ્યક્તિના જીવ કે શારીરિક સુરક્ષાને ખતરામાં મૂકનારની માહિતી ઉજાગર કરવાથી છૂટ આપે છે. મંત્રાલયે આરટીઆઈ કાયદાની કલમ 8 (1) (જે)નો પણ ઉલ્લેખ કર્યો, જે આવી માહિતી આપવાથી છૂટ આપે છે. જે વ્યક્તિગત અને ગુપ્તતાને અનુચિત ઉલ્લંઘનને પ્રોત્સાહન આપે છે અને જેનો કોઇ સરકારી ગતિવિધિ સાથે લેવડ-દેવડ નથી.

સીઆઇસીએ આ કેસમાં પોતાના પાછળના આદેશમાં માહિતી નહીં આપવાની વ્યવસ્થાને યથાવત રાખી હતી કારણ કે સંસદની સમક્ષ તેને સાર્વજનિક કરાય નહીં. જુનેજા એ સીઆઇસીના આદેશને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર્યો જ્યાં ન્યાયમૂર્તિ વિભુ બાખરૂએ સૂચના આયોગના આદેશને રદ્દ કરી દીધો. તેમણે કહ્યું હતું કે પંચને પહેલાં એ વાતનો અભ્યાસ કરવાનો હતો કે અરજી દ્વારા માંગવામાં આવેલી માહિતીને આરટીઆઈ કાયદાની કલમ 8(1)ની ઉપધારાઓ (જી) અને (જે)ની અંતર્ગત છૂટ પ્રાપ્ત છે કે નહીં.

જુનેજાએ કહ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને જુલાઇ 2014થી ગૃહ મંત્રાલયે ઝેડ પ્લસ કક્ષાની સુરક્ષા આપી છે જ્યારે તે કોઇ સંવૈધાનિક કે વૈધાનિક પર પદ નથી. તેમણે કહ્યું કે આ જનતાનું ધન છે, આથી તેને આ અંગે જાણવાનો હક છે.