આવી ગયું ‘કિન્નર બહુ’નું Wedding Card, મુંબઈથી દૂર અહીં લેશે સાત ફેરા - Sandesh
  • Home
  • Entertainment
  • આવી ગયું ‘કિન્નર બહુ’નું Wedding Card, મુંબઈથી દૂર અહીં લેશે સાત ફેરા

આવી ગયું ‘કિન્નર બહુ’નું Wedding Card, મુંબઈથી દૂર અહીં લેશે સાત ફેરા

 | 4:50 pm IST

કિન્નર બહુના નામે ફેમસ થઇ ચુકેલી ટીવી એક્ટ્રેસ રુબિના દિલેઇક ટૂંક સમયમાં પોતાના લૉન્ગ ટાઇમ બૉયફ્રનેડ અભિનવ શુક્લા સાથે લગ્ન કરવા જઇ રહી છે. તાજેતરમાં જ બંનેના લગ્નનું કાર્ડ સામે આવ્યું છે. આ ઇકો ફ્રેન્ડલી કાર્ડ ખૂબ જ સુંદર છે.

સોશિયલ મીડિયા પર રુબિના અને અભિનવના લગ્નનું કાર્ડ વાયરલ થઇ રહ્યુ છે. કાર્ડની તસવીર રુબિનાએ પોતે જ શેર કરી છે. આ કાર્ડની તુલના વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના કાર્ડ સાથે થઇ રહી છે. બંને કાર્ડઝના કલર અને ડિઝાઇન લગભગ એકસમાન છે.

કાર્ડમાં ગિફ્ટ તરીકે એક છોડ પણ છે. રુબિનાના બોયફ્રેન્ડ અભિનવ શુક્લાએ જણાવ્યું કે આ છોડનો વિચાર રુબિનાનો હતો. આ છોડની ખાસિયત એ છે કે આ છોડને અઠવાડિયમાં એક વાર પાણી આપવુ પડે છે અને તેનું આયુષ્ય લાંબુ છે.

ઉલ્લેખનીય છે કે રુબિના અને અભિનવ 21 જૂને લગ્ન કરવા જઇ રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યા અનુસાર અભિનવ અને રુબિનાની મહેંદી અને પ્રિ-વેડિંગ ફંક્શન મુંબઇ અને લુધિયાણામાં આયોજિત કરવામાં આવ્યા છે.