rubina dilaik shares photo in bikini viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બિગ બોસ જીત્યા પછી રુબીના થઈ બોલ્ડ, સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને સિક્કો પાડી દીધો!

બિગ બોસ જીત્યા પછી રુબીના થઈ બોલ્ડ, સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને સિક્કો પાડી દીધો!

 | 9:21 am IST
  • Share

ટીવી જગતની ‘છોટી બહુ’ એટલે કે રુબીના દિલૈકે(Rubina Dilaik) હાલમાં જ બિગ બોસ 14 સીઝન(Bigg Boss 14)ની ટ્રોફી જીતી લીધી છે. તેણે રાહુલ વૈદ્ય(Rahul Vaidya), નિક્કી તંબોલી અને એલી ગોની(Aly Goni) જેવા સ્પર્ધકોને પાછળ રાખી આ ટ્રોફી પોતાના નામે કરી છે. બિગ બોસ દરમિયાન અને શો પછી પણ રુબીના સતત ચર્ચામાં રહે છે. આ દિવસોમાં તેનો એક ફોટો છે, જે ચર્ચામાં છે. આ ફોટામાં રૂબીના ફરી એકવાર તેના બોલ્ડ અવતારમાં જોવા મળી રહી છે. તેનો આ ફોટો રુબીનાના ચાહકોમાં ખૂબ પસંદ આવી રહ્યો છે

રૂબીનાએ પોતે આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. જેમાં તે સ્વીમીંગ પૂલમાં બિકિનીમાં પોઝ આપતી નજરે પડી છે. આ ફોટો શેર કરતી વખતે રૂબીનાએ તેના વેકેશનમાં જવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. રુબીનાએ ફોટો સાથે કેપ્શનમાં પોતાના દિલની વાત લખી છે. રુબીનાએ લખ્યું છે – ‘હું વેકેશન પર જવા માટે બેકરાર છું’. રંગીન બિકિનીમાં રુબીના ખૂબ જ સુંદર લાગી રહી છે અને તે ખૂબ જ બોલ્ડ પોઝ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન