Ruckus between Congress and BJP Workers outside Chidambaram House
  • Home
  • Featured
  • ચિદમ્બરમની ધરપકડ, હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે કોંગેસી કાર્યકર્તાઓએ BJP કાર્યકર્તાને માર્યો માર

ચિદમ્બરમની ધરપકડ, હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે કોંગેસી કાર્યકર્તાઓએ BJP કાર્યકર્તાને માર્યો માર

 | 10:59 pm IST

ભૂતપૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમની દિલ્હી ખાતે આવેલ તેમના ઘરથી CBIની ટીમે ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સીબીઆઈની ટીમ હવે પૂર્વ નાણામંત્રીથી પૂછપરછ કરશે. જોકે આ પહેલા ચિદમ્બરમના ઘર બહાર હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ પહેલા સીબીઆઈની ટીમને ચિદમ્બરમના ઘરમાં પ્રેવશ કરવાથી રોકવામાં આવી હતી. તેથી સીબીઆઈની ટીમ ઘરની દીવાલ કૂદીને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે માહોલ ગરમાતા સીબીઆઈની ટીમને થોડા સમય પછી મુખ્ય દરવાજેથી ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો. આ પહેલા પી. ચિદમ્બરમે ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમેટીની ઑફિસમાં પાર્ટીનાં વરિષ્ઠ નેતાઓની સાથે પ્રેસ કૉન્ફરન્સ હતી.

આ હાઈ વોલ્ટેજ ડ્રામા દરમિયાન ચિદમ્બરમના ઘરની બહાર કોંગ્રેસ અને બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ હોવાના સમાચાર મળ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીજેપીના સમર્થકને બરાબરનો માર માર્યો હતો. એવું જાણવા મળી રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓએ બીજેપી વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. જેના કારણે બીજેપી કાર્યકર્તા અને કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ગરમાગરમી થઈ હતી. ઉપરાંત કોંગ્રેસના કાર્યકર્તાઓ ચિદમ્બરમના ધરપકડનો જબરદસ્ત વિરોધ પણ કર્યો. ત્યાં હાજર રાજ્ય પોલીસે કેટલાક કાર્યકર્તાઓની ધરપકડ પણ કરી.

આ વીડિયો પણ જુઓ:પી.ચિદંબરમના ઘરે ધરપકડને લઈ હાઈ વોલ્ટેજ ડ્રામા – પાર્ટ 01

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન