Video : દર્શન કરો વિરમગામમાં આવેલા રૂદાતલ ગણેશજી મંદિરના - Sandesh
NIFTY 10,626.85 +42.15  |  SENSEX 34,661.75 +210.98  |  USD 66.3400 -0.14
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : દર્શન કરો વિરમગામમાં આવેલા રૂદાતલ ગણેશજી મંદિરના

Video : દર્શન કરો વિરમગામમાં આવેલા રૂદાતલ ગણેશજી મંદિરના

 | 2:23 pm IST

આજે મંગળવાર હોવાથી ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આ મંદિર 1200 વર્ષ જુનો પાવનકારી ઈતિહાસ ધરાવે છે. આ મંદિરમાં મુશક શ્રદ્વાળુઓની તમામ મનોકામના પૂર્ણ કરે છે. તો આવો પ્રથમ પૂજનિય એવા ગણપતિ બાપ્પાના દર્શન કરીએ.

વિરમગામ નજીક દેત્રોજના ચુંવાળ પંથકમાં રૂદાતલ ગામે રિધ્ધી-સિધ્ધી સાથે રૂદાતલા ગણેશનો અનેરો મહિમા છે. રૂદાતલા ગણેશજીની સામે મુશક મહારાજ બેસાડ્યા છે. જે ગણેશ દાદાનું વાહન ઉંદર ગણાય છે. જે લોકો આ ઉંદરના કાનમાં કોઇપણ અરજ કરે તેની મનોકામના પરીવ પુર્ણ થાય છે. આ રૂદાતલ ગણેશજીના મંદિરે ગુજરાત સહિત દુર દેશાવરથી લોકો આવે છે અને શ્રધ્ધા અને ભક્તિથી લોકોની મનોકામના પુર્ણ થાય છે.

દેત્રોજ નજીક રૂદાતલ ગામે રિદ્ધિ-સિદ્ધિ સાથે ગણેશજી બિરાજમાન છે. વર્ષો પહેલા રૂદ્રસ્થળ નામે ઓળખાતું આ નગર હાલમાં રૂદાતલ ગામના નામે ઓળખાય છે. લોકવાયકા મુજબ આશરે 1200 વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના થઇ હોવાનું મનાય છે. કહેવામાં આવે છે કે પાટણના રાજા સિઘ્ઘરાજ જયસિંહના સમયમાં અહીં ગામમાં રૂદ્રેશ્વર મહાદેવમાં શક્તિ અને ગામની બહાર જંબુસર તળાવ તરીકે ઓળખાતા તળાવના પૂર્વ કિનારે ગામની બહાર ગણેશજીનું ભવ્ય મંદિર બનાવેલું હતું. સમય જતા આ મંદિર જમીનદોસ્ત થઇ જવાથી આ મંદિરના કોઇ અવશેષ જોવા મળતા ન હતા. ત્યારે જે તે વખતે આ મંદિર અને ગામનો રસ્તો ગાડામાર્ગ ગણવામાં આવતો હતો અને વર્ષો પહેલા બાજુમાં આવેલા સીતાપુર ગામના પટેલ પરિવારો અહિંથી નીકળતા હતા. તેવામાં આ સ્થળ પર એક પત્થર દેખાતાં તેમને થયું કે આ પત્થર કાંઇક કામમાં આવશે.

ત્યારે રૂદાતલ ગામની બહાર નિકળતા ગાડાનાં પૈડા થંભી ગયા હતા. ઘણા પ્રયત્ન કર્યા બાદ ગાડું આગળ ઘપતું નહતું અને પરિવારને એમ થયું કે આ પત્થરમા કાંઇક છે. ત્યારે તેમને સંકેત મળતા આ બળદોને ગાડા સાથે છોડી દેતા બળદ સાથે ગાડું રૂદાતલ ગામ તરફ ફરી ગયું, ત્યારે એમ લાગ્યું કે આ કોઇ દેવગતી લાગે છે. અચાનક જ ગાડું ઉંચું થયું અને ત્યાં જ આ પત્થર સમી મુર્તિ નીચે પડી જતા પત્થરનો આકાર ગણપતિ જેવો હતો. ગામલોકોને બોલાવીને આ વાત કરી. સમગ્ર ગામલોકોએ ગાડામાંથી પડેલ ગણપતિની મૂર્તિ સમા પત્થરથી ભવ્ય મંદિર બનાવ્યું હતું.

વર્ષો પહેલા મળેલી પ્રતિમામાં ગણેશજીની સાથે આજુબાજુ પત્ની રિધ્ધિ અને સિધ્ધિ હતી. જેની પ્રતિમાની પણ ગણેશજીની સાથે સ્થાપના કરવામાં આવી છે. આ રૂદાતલા ગણેશ મંદિરે દર વર્ષે વૈશાખ સુદ 4ના દિવસે રૂદાતલા ગણેશનો ભવ્ય મેળો ભરાય છે. બળદગાડામા માંડવી નીકળે છે. તેમજ ભાદરવા સુદ 4ના દિવસે એટલે કે ગણેશ ચોથના દિવસે અહિં ભવ્ય હવન પણ યોજાય છે. જ્યારે શંકરચોથના દિવસે રૂદાતલા ગણેશજીને માથું ટેકવા લોકો પગપાળા આવે છે. આ મંદિરે દર્શનાર્થે આવતા ભક્તોમાં એવું મનાય છે કે રૂદાતલા ગણેશજીની બાઘા રાખવાથી દાદા ભક્તોના દુ:ખ દૂર કરે છે. સંતાનપ્રાપ્તિ માટે પણ અહીં લોકો માનતા રાખે છે. અહિં એવું મનાય છે કે રૂદાતલા ગણેશજીની સામે જે મુશક મહારાજ બેસાડ્યાં છે તેનાં કાનમાં કોઇપણ અરજ કરવામાં આવે તો તેની મનોકામના પરીપુર્ણ થાય છે.