rudolph-blaze-ingram-sprints-100m-13-48-seconds-looking-to-be-the-new-bolt
  • Home
  • Videos
  • Featured Videos
  • વિજળીવેગે દોડતા આ ટાબરીયાએ 13 સેકંડમાં પુરી કરી 100 મીટર રેસ, જુઓ Video

વિજળીવેગે દોડતા આ ટાબરીયાએ 13 સેકંડમાં પુરી કરી 100 મીટર રેસ, જુઓ Video

 | 1:48 pm IST

આજકાલ એક ટાબરીયાની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. આ ટેણીયો એક એથ્લીટ છે અને તેના પિતાનું માનીએ તો આ બાળક ઉસેન બોલ્ટનો રેકોર્ડ તોડી શકે છે. આ બાળકનું નામ છે રૂડોલ્ફ ઇનગ્રામ (Rudolph Ingram) જે ફક્ત 7 વર્ષનો છે. નાની ઉંમરના આ રૂડોલ્ફને ‘બ્લેઝ’ ના નામથી ઓળખવામાં આવે છે. રૂડોલ્ફ ઇનગ્રામ અમેરિકાના ફ્લોરીડાના કે બે ઓફ ટેંપામાં રહે છે અને તેના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં તરખાટ મચાવી રહ્યા છે.

રૂડોલ્ફે 100 મીટરની રેસ ફક્ત 13.48 સેકન્ડમાં પુરી કરી હતી. ગત વર્ષે તેનો રેકોર્ડ 14.59 સેકન્ડનો હતો. તે 8.69 સેકન્ડમાં 60 મીટર રેસ લગાવે છે. વીડિયોમાં સાફ જોઇ શકાય છે કે તે એટલો ઝડપથી દોડે છે કે બાકીના બાળકો બહુ પાછળ રહી જાય છે. હાલમાં 100 મીટરમાં સૌથી ઝડપથી દોડવાનો રેકોર્ડ જમૈકાના ઉસેન બોલ્ટ પાસે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન