Rudra Cave where PM Narendra Modi Meditate, You can also Travel
  • Home
  • Featured
  • PM મોદીએ જે ગુંફામાં ધ્યાન કર્યું ત્યાં રોકાવવું છે? ખર્ચવા પડશે આટલા પૈસા

PM મોદીએ જે ગુંફામાં ધ્યાન કર્યું ત્યાં રોકાવવું છે? ખર્ચવા પડશે આટલા પૈસા

 | 5:14 pm IST

લોકસભાની ચૂંટણી પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આખા ભારતમાં ચૂંટણીસભાઓ ગજવી. લગભગ બે મહિનાથી પણ ચાલેલા થકવી દેવાના ચૂંટણી પ્રચાર પુરૂ થયો તેના બીજા જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં આવેલા કેદારનાથ પહોંચ્યા હતાં અને તેમણે બાબા કેદારનાથનાં દર્શન કર્યા હતાં. બે દિવસના રોકાણ દરમિયાન વડાપ્રધાને અહીં રાત્રી રોકાણ પણ કર્યું હતું. દરમિયાન મોદીએ કેદારનાથમાં બનેલી પવિત્ર ગુફામાં ધ્યાન ધર્યુ હતું.

વડાપ્રધાનને ગુફામાં સાધના કરતાં જોઇને દેશ-દુનિયાના સામાન્ય લોકો પણ કેદારનાથની ગુફા અંગે કુતુહલ જાગ્યું છે. આ ગુફાનો ઇતિહાસ બહુ જુનો નથી. કેદારનાથ વિકાસ ધામની જવાબદારી સંભાળ્યા બાદ PM મોદીએ જ આ ગુફા બનાવવાનાં નિર્દેશ જાહેર કર્યા હતાં. આ ગુફાનું નામ રુદ્ર ગુફા છે. ગુફાનું નિર્માણ ગત વર્ષે જ થયુ છે. આ ગુફા 12,250 ફિટની ઉંચાઇ પર બનાવવામાં આવી છે. તેનો ઉપયોગ શ્રદ્ધાળુઓ વિધિવત રૂપે કરી શકે છે.

આ કોઈ પ્રાકૃતિક ગુફા નથી પણ માનવ નિર્મિત છે. આ ગુફા ગઢવાલ મંડળ વિકાસ નિગમની ટૂરિઝમ પ્રોપ્રટી છે. કોઈ પણ વ્યક્તિ આ ગુફામાં રોકાઇ શકે છે. આપ અહીં વધુમાં વધુ ત્રણ દિવસ રોકાઇ શકાય છે. તેનું ત્રણ દિવસનું ભાડું 3000 રૂપિયા છે. આ ગુફામાં જો આપ એક દિવસ રોકાવવા ઇચ્છો છો તો આપે 990 રૂપિયા ચુકવવા પડશે.

ધ્યાન, મેડિટેશન અને આધ્યાત્મિક શાંતિ માટે આ ગુફા બનાવવામાં આવી છે તેમાં બધી જ સામાન્ય સુવિધા છે. આ ગુફામાં ટોયલેટ, વીજળી અને ટેલીફોન છે. ફોન દ્વારા કોઇપણ પ્રકારની મદદ લઇ શકાય છે. સહાયતા માટે ગઢવાલ મંડળ વિકાસ નિગમ હમેશા તત્પર રહે છે. ગુફામાં બેસીને આપ ભોજન, નાશ્તો, ચા, ડિનર ખુબજ સહેલાઇથી ઓર્ડર કરી શકાય તેવી પણ વ્યવસ્થા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન