NIFTY 10,350.15 -101.65  |  SENSEX 33,370.76 +-360.43  |  USD 65.0250 +0.35
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • SBIમાં છે બેંક એકાઉન્ટ? તો જાણી લો આ એક બહુ સારા સમાચાર

SBIમાં છે બેંક એકાઉન્ટ? તો જાણી લો આ એક બહુ સારા સમાચાર

 | 2:33 pm IST

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)એ નેટ બેન્કિંગનો વપરાશ કરનાર ગ્રાહકોને મોટી ગિફ્ટ આપી છે. બેંકે નાના ટ્રાન્ઝેક્શન પર લગાવવામાં આવતા IMPS ચાર્જને હટાવી દીધો છે. સ્ટેટ બેંકના ગ્રાહકોએ હવે 1000 રૂ. સુધીના ટ્રાન્ઝેક્શન પર કોઈ પણ પ્રકારનો IMPS ચાર્જ નહીં આપવો પડે. અત્યાર સુધી 1000 રૂ.ના ટ્રાન્ઝેક્શન પર 5 રૂ. ચાર્જ લાગતો હતો.

IMPS એ ચાર્જ છે જે તરત ટ્રાન્ઝેક્શનની સુવિધા આપવા બદલ વસૂલવામાં આવે છે. સામાન્ય રીતે 1000 રૂ.નું ટ્રાન્ઝેક્શન ટિકિટ બુકિંગ તેમજ ઓનલાઇન શોપિંગ જેવી સેવાઓ માટે થતું હોય છે. હવે 1000 રૂ. સુધીના ટ્રાન્ઝેક્શનમાં આવતી તમામ સુવિધાઓ પર હવે IMPS ચાર્જ નહીં દેવો પડે.

જોકે બેંકે 1000 રૂ.થી વધારેના ટ્રાન્ઝેક્શન પર લાગનારા IMPS ચાર્જમાં કોઈ પ્રકારનો બદલાવ નથી કર્યો. 1000 રૂ.થી લઈને 1 લાખ રૂ. સુધીના IMPS ટ્રાન્ઝેક્શન પર 10 રૂ. સાથે લાગુ થનારું જીએસટી વસૂલ કરવામાં આવશે. આ સાથે 1 લાખ રૂ.થી માંડીને 2 લાખ રૂ. સુધીના IMPS ટ્રાન્ઝેક્શન પર 15 રૂ. સાથે જીએસટી વસૂલ કરવામાં આવશે.