NIFTY 10,118.05 -68.55  |  SENSEX 32,760.44 +-181.43  |  USD 65.2100 -0.21
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • SBIમાં બેંકમાં ખાતું હોય તો જાણી લો GSTના કારણે નિયમમાં આવેલો મોટો ફેરફાર

SBIમાં બેંકમાં ખાતું હોય તો જાણી લો GSTના કારણે નિયમમાં આવેલો મોટો ફેરફાર

 | 4:21 pm IST

દુનિયાની 50 સૌથી મોટી બેંકોમાંથી એક અને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (SBI)એ પોતાના કેટલાક નિયમો અને ફીમાં ફેરફાર કર્યા છે. જો તમારું ખાતું SBIમાં હોય તો જલ્દીથી આ ફેરફાર જાણી લેવા જોઈએ નહીંતર તમે ચોક્કસ પસ્તાશો. આખા દેશમાં 1 જુલાઈથી જીએસટી લાગુ પડ્યા પછી બેંકોએ જે ચાર્જ વધાર્યા છે એનો ભાર કસ્ટમર્સ પર જ પડે છે. જો સર્વિસ ચાર્જની વાત કરીએ તો પહેલાં સર્વિસ ટેક્સ 15 ટકા હતો જે જીએસટી લાગુ પડ્યા પછી 18 ટકા થઈ ગયો છે. આ સંજોગોમાં સ્વાભાવિક છે બેંકના ગ્રાહકોએ સર્વિસ માટે વધારે ફી ચૂકવવી પડશે.

એસબીઆઇએ પોતાની મોબાઇલ એપ એસબીઆઇ બેંક બડી (SBI Bank Buddy)ના યુઝર્સ સહિત એટીએમમાંથી પૈસા કાઢવાના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા હતા જે 1 જૂનથી લાગુ કરી દેવામાં આવ્યા છે. એસબીઆઇ બેંક પોતાના બડી એપનો ઉપયોગ કરીને એટીએમથી પૈસા કાઢવા પર પ્રતિ ટ્રાન્ઝેક્શન 25 રૂ. ચાર્જ લગાવશે. એસબીઆઈની આ બેંક બડી એપ હકીકતમાં નવી ફેસિલિટી છે જે બેંકના મોબાઇલ વોલેટના ઉપયોગ મારફતે એટીએમમાંથી પૈસા કાઢવાની સુવિધા આપે છે.

એસબીઆઇએ કહ્યું છે કે બેંક બડીથી એટીએમમાંથી પૈસા કાઢવા બદલ હવે 25 રૂ.થી વધારે જીએસટી લાગશે. જો તમે એસબીઆઇ બડીથી પોતાના બેંકના સેવિંગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરો છો તમે તમારે 3 ટકા અને ટેક્સ ચૂકવવો પડશે. એસબીઆઇએ આ વાત પ્રેસ રિલીઝના માધ્યમથી કહી છે.