astrology Rules and Benefits of Wearing Tortoise Ring
  • Home
  • Astrology
  • ભૂલથી પણ આ ત્રણ રાશિના જાતકોએ ન ધારણ કરવી કાચબાવાળી અંગૂઠી, થઈ જશો બરબાદ!

ભૂલથી પણ આ ત્રણ રાશિના જાતકોએ ન ધારણ કરવી કાચબાવાળી અંગૂઠી, થઈ જશો બરબાદ!

 | 11:24 am IST

જ્યોતિષ શાસ્ત્રમાં વિશ્વાસ ધરાવનાર લોકો હાથમાં, ગળા પર કાંડા પર અંગૂઠી બ્રેસલેટ, ચેન બનાવીને અલગ અલગ રત્નો તેમજ આકારના આભુષણો ધારણ કરે છે. અલગ અલગ રંગના રત્નો અલગ અલગ ફળ આપનાર હોય છે કુંડળીમાં રહેલા દોષના નિવારણ અર્થે અથવાતો જે તે રાશિના જાતકોના નબળાં ગ્રહોને સુધારવા માટે આ રત્નો ધારણ કરવામાં આવે છે. આજકાલ ફેશન અને શોખ ખાતર કેટલાક લોકો કશુંજ સમજ્યા વગર કાચબાની છાપ ધરાવતી અંગૂઠી હાથ પર ધારણ કરી લે છે.

આ પણ વાંચો: નવરાત્રિનાં સાતમા દિવસે કરો માં કાળરાત્રિની ઉપાસના, દૂર થશે જીવનના તમામ કષ્ટ

શા માટે પહેરે છે આ અંગૂઠી?
વાસ્તવમાં આપણે ત્યાં કાચબાને વાસ્તુશાસ્ત્ર સાથે જોડવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં પણ કાચબાને ખુબજ પવિત્ર માનવામાં આવે છે. આ અંગૂઠી જીવનના કેટલાક દોષ શાંત કરવાનું કામ કરે છે. આ અંગૂઠી ધારણ કરવાથી આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. હિન્દુ ધર્મમાં કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.

જીવનમાં શીતળતા અને સૌમ્યતા આવે
કાચબો પાણીમાં રહેનાર અને શાંત પ્રાણી છે આ અંગૂઠી ધારણ કરવાથી જીવનમાં શાંતી અને સૌમ્યતા આવશે. કાચબો સકારાત્મક એનર્જી આપે છે. જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અંગૂઠીને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

આ રાશિના જાતકોએ આ અંગુઠી ન ધારણ કરાય
કર્ક, વૃશ્ચિક અને મીન રાશિના જાતકોએ આ અંગૂઠી ધારણ કરવી નહીં. કેમકે આ ત્રણેય રાશિઓનો સીધો સંબંધ જળ તત્વ સાથે રહેલો છે. આથી જો આ અંગૂઠી ધારણ કરી તો તમારા મન અને તન પર આની માઠી અસર થશે.

આ વીડિયો પણ જુઓ: મા ધુમાવતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાના શાસ્ત્રોક્ત ઉપાયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન