ભૂજમાં VHP અને હિન્દુ યુવા સંગઠને નવરાત્રિ પર મૂક્યા આવા નિયમો - Sandesh
  • Home
  • Bhuj
  • ભૂજમાં VHP અને હિન્દુ યુવા સંગઠને નવરાત્રિ પર મૂક્યા આવા નિયમો

ભૂજમાં VHP અને હિન્દુ યુવા સંગઠને નવરાત્રિ પર મૂક્યા આવા નિયમો

 | 4:33 pm IST

માતાજીના આરાધનાનાં પર્વ નવરાત્રિને વધુ દિવસ બાકી રહ્યા નથી ત્યારે આજે ભૂજમાં વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ નિયમોની જાહેરાત કરી છે.

પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, નવરાત્રિ એ ફક્ત હિન્દુઓની આરધના કરવાનો તહેવાર છે, જેથી અહીં શક્તિની આરાધના જ થઇ શકે, નહિ કે ડિસ્કો થેક. બંને સંસ્થાઓની મળેલી મીટિંગમા નક્કી કરાયુ કે, નવરાત્રિમાં કોઈ ગેર હિન્દુને પ્રવેશ આપવામાં નહિ આવે. તેમજ માથે તિલક અને ગૌમૂત્રનો છંટકાવ કરાશે. તેમજ કોમર્શિયલ ગરબીઓ સામે પણ આક્રમક વલણ સાથે બંધ કરવાની અપીલ સાથે કલેકટરને આવેદન પત્ર પણ અપાશે. ભુજ, માંડવી, અંજારમાં યુવાનોની ટીમ પેટ્રોલિંગ કરશે. માતા-દીકરીઓની સુરક્ષા અર્થે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેવુ જણાવાયું છે. VHP, હિન્દુ યુવા સંગઠન દ્વારા આ વિશે એક હેલ્પલાઈન પણ શરૂ કરાશે.

VHP અને હિન્દુ યુવા સંગઠનની મુહિમને માંડવીમાં સપૂર્ણ ટેકો મળ્યો અને 41 જેટલા સમાજ અને ગરબીઓનાં આયોજકો સાથે રહ્યા હતા. અંજાર અને ભુજમાં પણ આયોજકો અને સમાજનાં અગ્રણીઓએ તેમા સૂર પૂરવ્યો હતો.