NIFTY 9,491.25 -20.15  |  SENSEX 30,834.32 +-123.93  |  USD 64.5500 +0.03
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રૂમાં લાખ ગાંસડીના વોલ્યુમ સાથે તેજી

રૂમાં લાખ ગાંસડીના વોલ્યુમ સાથે તેજી

 | 2:16 am IST

અમદાવાદ તા.ર૦

એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદાઓમાં સાંજે પાંચ વાગ્યા સુધીના પ્રથમ સત્રમાં ૧,૬૩,૭૪૩ સોદામાં રૂ.૭,૫૩૬.૫૬ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદામાં સાંકડી વધઘટ રહી હતી. બિનલોહ ધાતુઓ અને એનર્જીમાં ક્રૂડ તેલમાં એકંદરે નરમાઈનો માહોલ હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૧,૦૬,૮૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ભાવ વધી આવ્યા હતા. મેન્થા તેલના વાયદા ઘટવા સામે સીપીઓ, એલચી, એરંડાના વાયદામાં બેધારી ચાલ રહી હતી. કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૧૬.૪૫ પોઈન્ટ ઘટયો હતો.કિંમતી ધાતુઓમાં સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૮,૫૫૦ ખૂલી, ઉપરમાં રૂ.૨૮,૫૯૯ અને નીચામાં રૂ.૨૮,૫૦૧ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫ વધી રૂ.૨૮,૫૧૪ બંધ રહ્યો હતો.ચાંદીના વાયદાઓમાં ચાંદીનો મે વાયદો કિલોદીઠ રૂ.૪૧,૦૫૧ ખૂલી, ઉપરમાં રૂ.૪૧,૦૬૨ અને નીચામાં રૂ.૪૦,૮૮૦ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩ ઘટી રૂ.૪૦,૯૦૬ બંધ રહ્યો હતો. એનર્જી સેગ્મેન્ટમાં ક્રૂડ તેલનો માર્ચ વાયદો બેરલદીઠ રૂ.૩,૧૮૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૬ ઘટી રૂ.૩,૧૫૦ બંધ રહ્યો હતો, જ્યારે નેચરલ ગેસનો માર્ચ વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.૧.૮૦ ઘટી બંધમાં રૂ.૧૯૧.૫૦ના ભાવ હતા.

કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદા રૂ.૧૦૦થી રૂ.૧૭૦ની રેન્જમાં વધ્યા હતા. કોટનનો માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧,૫૨૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧,૫૯૦ અને નીચામાં રૂ.૨૧,૪૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૦ વધી રૂ.૨૧,૫૮૦ બંધ રહ્યો હતો. સીપીઓનો માર્ચ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૧.૭૦ ઘટી રૂ.૫૩૧, એલચીનો એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૧૧.૩૦ ઘટી રૂ.૧,૩૯૬.૪૦, મેન્થા તેલનો માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૩.૮૦ ઘટી રૂ.૯૯૪.૩૦ અને એરંડાનો માર્ચ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૨૬ ઘટી રૂ.૪,૩૦૨ બંધ રહૃા હતા. કોમોડિટી વાયદાનો સૂચકાંક કોમડેક્સ પ્રથમ સત્રનાં અંતે ૧૬.૪૫ પોઈન્ટ ઘટી ૩૨૨૩.૩૯ બંધ રહ્યો હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૧૫.૯૧ પોઈન્ટ ઘટી ૪૬૯૨.૯૩ અને એનર્જી ઈન્ડેક્સ ૨૭.૪૭ પોઈન્ટ ઘટી ૨૩૬૨.૯૨ થયા હતા.